૮. સિદ્ધસ્તુતિ
[८. सिद्धस्तुतिः ]
(शार्दूलविक्रीडित)
सूक्ष्मत्वादणुदर्शिनोऽवधिद्रशः पश्यन्ति नो यान् परे
यत्संविन्महिमस्थितं त्रिभुवनं खस्थं भमेकं यथा ।
सिद्धानामहमप्रमेयमहसां तेषां लघुर्मानुषो
मूढात्मा किमु वच्मि तत्र यदि वा भक्त्या महत्या वशः ।।१।।
અનુવાદ : સૂક્ષ્મ હોવાથી જે સિદ્ધોને પરમાણુને જોઈ શકનાર બીજા
અવધિજ્ઞાની પણ જોઈ શકતા નથી તથા જેમના જ્ઞાનમાં સ્થિત ત્રણે લોક આકાશમાં
સ્થિત એક નક્ષત્ર સમાન સ્પષ્ટપણે પ્રતિભાસે છે તે અપરિમિત તેજના ધારક સિદ્ધોનું
વર્ણન શું મારા જેવો મૂર્ખ અને હીન મનુષ્ય કરી શકે છે? અર્થાત્ કરી શકતો નથી.
છતાં પણ જે હું તેમનું કાંઈક વર્ણન અહીં કરી રહ્યો છું તે અતિશય ભક્તિને વશ
થઈને જ કરી રહ્યો છું. ૧.
(शार्दूलविक्रीडित)
निःशेषामरशेखराश्रितमणिश्रेण्यर्चिताङ्घ्रिद्वया
देवास्ते ऽपि जिना यदुन्नतपदप्राप्त्यै यतन्ते तराम् ।
सर्वेषामुपरि प्रवृद्धपरमज्ञानादिभिः क्षायिकैः
युक्ता न व्यभिचारिभिः प्रतिदिनं सिद्धान् नमामो वयम् ।।२।।
અનુવાદ : જેમના બન્ને ચરણ સમસ્ત દેવોના મુકુટોમાં લાગેલ મણિઓની
પંક્તિથી પૂજિત છે અર્થાત્ જેમના ચરણોમાં સમસ્ત દેવ પણ નમસ્કાર કરે છે, એવા
તે તીર્થંકર જિનદેવ પણ જે સિદ્ધોના ઉન્નત પદને પ્રાપ્ત કરવા માટે અધિક પ્રયત્ન
૨૦૫