Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-4 (8. Siddh Stuti).

< Previous Page   Next Page >


Page 206 of 378
PDF/HTML Page 232 of 404

 

background image
કરે છે; જે સર્વની ઉપર વૃદ્ધિગત થઈને અન્ય કોઈમાં ન પ્રાપ્ત થનાર એવા અતિશય
વૃદ્ધિ પામેલા કેવળજ્ઞાનાદિસ્વરૂપ ક્ષાયિક ભાવોથી સંયુક્ત છે; તે સિદ્ધોને અમે પ્રતિદિન
નમસ્કાર કરીએ છીએ. ૨.
(शार्दूलविक्रीडित)
ये लोकाग्रविलम्बिनस्तदधिकं धर्मास्तिकायं विना
नो याताः सहजस्थिरामललसद्
द्रग्बोधसन्मूर्तयः
संप्राप्ताः कृतकृत्यतामसद्रशाः सिद्धा जगन्मङ्गलं
नित्यानन्दसुधारसस्य च सदा पात्राणि ते पान्तु वः ।।।।
અનુવાદ : જે સિદ્ધ જીવો લોકશિખરને આશ્રિત છે, આગળ ધર્મ દ્રવ્યનો
અભાવ હોવાથી જે તેનાથી વધારે ઉપર ગયા નથી, જે અવિનશ્વર સ્વાભાવિક
નિર્મળ દર્શન (કેવળદર્શન) અને જ્ઞાન (કેવળજ્ઞાન) રૂપ અનુપમ શરીર ધારણ કરે
છે, જે કૃતકૃત્યસ્વરૂપને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, અનુપમ છે, જગતને માટે
મંગળસ્વરૂપ છે, તથા અવિનશ્વર સુખરૂપ અમૃતરસના પાત્ર છે; એવા તે સિદ્ધ
સદા તમારી રક્ષા કરો. ૩.
(शार्दूलविक्रीडित)
ये जित्वा निजकर्मकर्कशरिपून् प्राप्ताः पदं शाश्वतं
येषां जन्मजरामृतिप्रभृतिभिः सीमापि नोल्लङ्घयते
येष्वैश्वर्यमचिन्त्यमेकमसमज्ञानादिसंयोजितं
ते सन्तु त्रिजगच्छिखाग्रमणयः सिद्धा मम श्रेयसे
।।।।
અનુવાદ : જે સિદ્ધ પરમેષ્ઠી પોતાના કર્મરૂપી કઠોર શત્રુઓને જીતીને નિત્ય
(મોક્ષ) પદને પ્રાપ્ત કરી ચૂક્યા છે; જન્મ, જરા અને મરણ આદિ પણ જેમની સીમા
ઓળંગી શકતા નથી, અર્થાત્ જે જન્મ, જરા અને મરણથી મુક્ત થઈ ગયા છે; તથા
જેમનામાં અસાધારણ જ્ઞાનાદિ દ્વારા અચિંત્ય અને અદ્વિતીય અનંતચતુષ્ટયસ્વરૂપ
ઐશ્વર્યનો સંયોગ કરાવવામાં આવ્યો છે; એવા તે ત્રણે લોકના ચૂડામણિ સમાન સિદ્ધ
પરમેષ્ઠી મારૂં કલ્યાણ કરો. ૪.
૨૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ