(शार्दूलविक्रीडित)
सिद्धो बोधमितिः स बोध उदितो ज्ञेयप्रमाणो भवेत्
ज्ञेयं लोकमलोकमेव च वदन्त्यात्मेति सर्वस्थितः ।
मूषायां मदनोज्झिते हि जठरे याद्रग् नभस्ताद्रशः
प्राक्कायात् किमपि प्रहीण इति वा सिद्धः सदानन्दति ।।५।।
અનુવાદ : સિદ્ધ જીવ પોતાના જ્ઞાનપ્રમાણ છે અને તે જ્ઞાન જ્ઞેય (જ્ઞાનના
વિષય) પ્રમાણ કહેવામાં આવ્યું છે. તે જ્ઞેય પણ લોક અને અલોકસ્વરૂપ છે. તેથી
જ આત્મા સર્વવ્યાપક કહેવાય છે. બીબા (જેમાં ઢાળીને પાત્ર અને આભૂષણ વગેરે
બનાવવામાં આવે છે)માંથી મીણ જુદું પડી જતાં તેની અંદર જેવું શુદ્ધ આકાશ બાકી
રહી જાય છે એવા આકારને ધારણ કરનાર તથા પહેલાના શરીરથી કાંઈક અલ્પ
એવા તે સિદ્ધ પરમેષ્ઠી સદા આનંદનો અનુભવ કરે છે.
વિશેષાર્થ : સિદ્ધોનું જ્ઞાન અપરિમિત છે જે સમસ્ત લોક અને અલોકનો વિષય કરે
છે. આ રીતે લોક અને અલોકરૂપ અપરિમિત જ્ઞેયનો વિષય કરનાર તે જ્ઞાનથી આત્મા અભિન્ન
છે – તે સ્વરૂપ છે; આ જ અપેક્ષાએ આત્માને વ્યાપક કહેવામાં આવે છે. વાસ્તવમાં તો તે પૂર્વ
શરીરથી કાંઈક ન્યૂન રહીને પોતાના સીમિત ક્ષેત્રમાં જ રહે છે. પૂર્વના શરીરથી કાંઈક ન્યૂન કહેવાનું
કારણ એ છે કે શરીરના ઉપાંગભૂત જે નાસિકા વગેરેના છિદ્રાદિ હોય છે ત્યાં આત્મપ્રદેશોનો
અભાવ હોય છે. શરીરનો સંબંધ છૂટતાં અમૂર્તિક સિદ્ધાત્માનો આકાર કેવો રહે છે તે બતાવતાં
અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેમ માટી વગેરેથી બનાવેલ પૂતળામાં મીણ ભરી દેવામાં
આવ્યું હોય, અને ત્યાર પછી તેને અગ્નિનાં સંયોગ પ્રાપ્ત થતાં જેમ તે મીણ ગળી જાય અને ત્યાં
તે આકારમાં શુદ્ધ આકાશ બાકી રહી જાય છે તેવી જ રીતે શરીરનો સંબંધ છૂટી જતાં તેના આકારે
શુદ્ધ આત્મપ્રદેશ બાકી રહી જાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
द्रग्बोधौ परमौ तदावृतिहतेः सौख्यं च मोहक्षयात्
वीर्यं विघ्नविघाततो ऽप्रतिहतं मूर्तिर्न नामक्षतेः ।
आयुर्नाशवशान्न जन्ममरणे गोत्रे न गोत्रं विना
सिद्धानां न च वेदनीयविरहाद्दुःखं सुखं चाक्षजम् ।।६।।
અનુવાદ : સિદ્ધોને દર્શનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ દર્શન (કેવળદર્શન),
જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્કૃષ્ટ જ્ઞાન (કેવળજ્ઞાન), મોહનીય કર્મના ક્ષયથી અનંત સુખ,
અધિકાર – ૮ઃ સિદ્ધસ્તુતિ ]૨૦૭