અંતરાયના વિનાશથી અનંતવીર્ય, નામકર્મના ક્ષયથી તેમને મૂર્તિનો અભાવ થઈને
અમૂર્તપણું (સૂક્ષ્મત્વ), આયુષ્ય કર્મ નષ્ટ થઈ જવાથી જન્મ – મરણનો અભાવ થઈ
અવગાહનત્વ, ગોત્ર કર્મ ક્ષીણ થઈ જવાથી ઉચ્ચ અને નીચ ગોત્રોનો અભાવ થઈને
અગુરુલઘુત્વ, તથા વેદનીય કર્મ નષ્ટ થઈ જવાથી ઇન્દ્રિયજન્ય સુખ – દુઃખનો અભાવ
થઈને અવ્યાબાધત્વ ગુણ પ્રગટ થાય છે. ૬.
(शार्दूलविक्रीडित)
यैर्दुःखानि समाप्नुवन्ति विधिवज्जानन्ति पश्यन्ति नो
वीर्यं नैव निजं भजन्त्यसुभृतो नित्यं स्थिताः संसृतौ ।
कर्माणि प्रहतानि तानि महता योगेन यैस्ते सदा
सिद्धा नित्यचतुष्टयामृतसरिन्नाथा भवेयुर्न किम् ।।७।।
અનુવાદ : જે કર્મોના નિમિત્તે નિરંતર સંસારમાં સ્થિત પ્રાણી સદા દુઃખો પામ્યા
કરે છે, વિધિવત્ આત્મસ્વરૂપને જાણતો નથી, દેખતો નથી અને પોતાના સ્વાભાવિક વીર્ય
(સામર્થ્ય) નો પણ અનુભવ કરતો નથી; તે કર્મોને જે સિદ્ધોએ મહાન યોગ અર્થાત્
શુક્લધ્યાન દ્વારા નષ્ટ કરી દીધા છે તે સિદ્ધ ભગવાન અવિનશ્વર અનંતચતુષ્ટયરૂપ
અમૃતની નદીના અધિપતિ (સમુદ્ર) શું નહિ થાય? અર્થાત્ અવશ્ય થશે. ૭.
(शार्दूलविक्रीडित)
एकाक्षाद्बहुकर्मसंवृतमतेर्द्वयक्षादिजीवाः सुख-
ज्ञानाधिक्ययुता भवन्ति किमपि क्लेशोपशान्तेरिह ।
ये सिद्धास्तु समस्तकर्मविषमध्वान्तप्रबन्धच्युताः
सद्बोधाः सुखिनश्च ते कथमहो न स्युस्त्रिलोकाधिपाः ।।८।।
અનુવાદ : સંસારમાં જે એકેન્દ્રિય જીવની બુદ્ધિ કર્મના ઘણા આવરણ સહિત
છે તેની અપેક્ષાએ દ્વીન્દ્રિય આદિ જીવ અધિક સુખી અને અધિક જ્ઞાનવાન્ છે કારણ
કે એમને તેની અપેક્ષાએ કર્મનું આવરણ ઓછું છે. તો પછી ભાઈ, જે સિદ્ધ જીવ
સમસ્ત કર્મરૂપી ઘોર અંધકારના વિસ્તાર રહિત થઈ ગયા છે તે ત્રણે લોકના અધિપતિ
થઈને ઉત્તમ જ્ઞાન (કેવળજ્ઞાન) અને અનંત સુખ સંપન્ન કેમ ન હોય? અવશ્ય હોય.
વિશેષાર્થ : એકેન્દ્રિય જીવોને જેટલી અધિક માત્રામાં જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ છે
તેનાથી ઉત્તરોત્તર દ્વીન્દ્રિયાદિ જીવોને તે કાંઈક કમ છે. તેથી એકેન્દ્રિયોની અપેક્ષાએ દ્વીન્દ્રિય અને
૨૦૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ