તેની અપેક્ષાએ ત્રીન્દ્રિયાદિ જીવ ઉત્તરોત્તર અધિક જ્ઞાનવાન્ અને સુખી જોવામાં આવે છે. વળી
જો તે જ કર્મોનું આવરણ સિદ્ધોને પૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે તો પછી તેમને અનંતજ્ઞાની અને
અનંતસુખી થઈ જવામાં કાંઈ પણ સંદેહ રહેતો નથી. ૮.
(शार्दूलविक्रीडित)
यः केनाप्यतिगाढगाढमभितो दुःखप्रदैः प्रग्रहैः
बद्धोऽन्यैश्च नरो रुषा घनतरैरापादमामस्तकम् ।
एकस्मिन् शिथिले ऽपि तत्र मनुते सौख्यं स सिद्धाः पुनः
किं न स्युः सुखिनः सदा विरहिता बाह्यान्तरैर्बन्धनैः ।।९।।
અનુવાદ : જે મનુષ્ય કોઈ બીજા મનુષ્યદ્વારા ક્રોધને વશ થઈને પગથી માંડીને
મસ્તક સુધી ચારે તરફ દુઃખદાયક દ્રઢતર દોરડાઓથી જકડીને બાંધી દેવાયો હોય
તે તેમાંથી કોઈ એક પણ દોરડું ઢીલું થતાં સુખનો અનુભવ કરે છે. તો પછી જે
સિદ્ધ જીવ બાહ્ય અને અભ્યંતર બન્નેય બંધનોથી રહિત થઈ ગયા છે તેઓ શું સદા
સુખી નહિ હોય? અર્થાત્ અવશ્ય હશે. ૯.
(शार्दूलविक्रीडित)
सर्वज्ञः कुरुते परं तनुभृतः प्राचुर्यतः कर्मणां
रेणूनां गणनं किलाधिवसतामेकं प्रदेशं घनम् ।
इत्याशास्वखिलासु बद्धमहसो दुःखं न कस्मान्मह-
न्मुक्त स्यास्य तु सर्वत्रः किमिति नो जायेत सौख्यं परम् ।।१०।।
અનુવાદ : જીવના એક પ્રદેશમાં સઘનરૂપે સ્થિત કર્મોના પ્રચુર
પરમાણુઓની ગણતરી ફક્ત સર્વજ્ઞ જ કરી શકે છે. તો પછી જો બધી
દિશાઓમાં અર્થાત્ સર્વ તરફથી આ જીવનું આત્મતેજ કર્મોથી સંબદ્ધ (રોકાયેલું)
હોય તો તેને મહાન દુઃખ કેમ ન થાય? અવશ્ય થાય. એનાથી વિપરીત જે આ
સિદ્ધ જીવ બધી તરફથી જ ઉક્ત કર્મોથી રહિત થઈ ગયા છે તેમને ઉત્કૃષ્ટ સુખ
ન હોય શું? અર્થાત્ અવશ્ય હોય.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આ સંસારી પ્રાણીને એક જ આત્મપ્રદેશે એટલા
બધા કર્મ પરમાણુ બંધાયેલા છે કે તેમની ગણતરી કેવળ સર્વજ્ઞ જ કરી શકે છે, આપણા
અધિકાર – ૮ઃ સિદ્ધસ્તુતિ ]૨૦૯