Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 11-12 (8. Siddh Stuti).

< Previous Page   Next Page >


Page 210 of 378
PDF/HTML Page 236 of 404

 

background image
જેવા કોઈ અલ્પજ્ઞ જીવ નહિ. એવી રીતે આ જીવને બધા જ (અસંખ્યાત) આત્મપ્રદેશ તે
કર્મ પરમાણુઓથી બંધાયેલા છે. હવે ભલા વિચાર કરો કે આટલા અનંતાનંત કર્મ
પરમાણુઓથી બંધાયેલો આ સંસારી જીવ કેટલો બધો દુઃખી અને તે બધાથી રહિત થઈ
ગયેલા સિદ્ધ જીવ કેટલા બધા સુખી હશે. ૧૦.
(शार्दूलविक्रीडित)
येषां कर्मनिदानजन्यविविधक्षुत्तुण्मुखा व्याधयः
तेषामन्नजलादिकौषधगणस्तच्छान्तये युज्यते
सिद्धानां तु न कर्म तत्कृतरुजो नातः किमन्नादिभिः
नित्यात्मोत्थसुखामृताम्बुधिगतास्तृप्तास्त एव ध्रुवम्
।।११।।
અનુવાદ : જે જીવોને કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલી અનેક પ્રકારની ભૂખ
તરસ વગેરે વ્યાધિઓ થયા કરે છે તેમને આ વ્યાધિઓની શાંતિ માટે અન્ન, જળ
અને ઔષધ વગેરે લેવું ઉચિત છે. પરંતુ જે સિદ્ધ જીવોને ન કર્મ છે અને તેથી ન
તેનાથી ઉત્પન્ન થતી વ્યાધિઓ પણ છે તેમને આ અન્નાદિ વસ્તુઓથી શું પ્રયોજન
છે? અર્થાત્ તેમને આનું કાંઈપણ પ્રયોજન રહ્યું નથી. તેઓ તો નિશ્ચયથી અવિનશ્વર
આત્મમાત્રજન્ય (અતીન્દ્રિય) સુખરૂપી અમૃતના સમુદ્રમાં મગ્ન રહીને સદાય તૃપ્ત રહે
છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
सिद्धज्योतिरतीव निर्मलतरज्ञानैकमूर्ति स्फु रद्-
वर्तिर्दीपमिवोपसेव्य लभते योगी स्थिरं तत्पदम्
सद्बुध्याथ विकल्पजालरहितस्तद्रूपतामापतं-
स्ता
द्रग्जायत एव देवविनुतस्त्रैलोक्यचूडामणिः ।।१२।।
અનુવાદ : જેવી રીતે બત્તી દીપકની સેવા કરીને તેનું પદ પ્રાપ્ત કરી લે
છે, અર્થાત્ દીપક સ્વરૂપે પરિણમી જાય છે તેવી જ રીતે અત્યંત નિર્મળ જ્ઞાનરૂપ
અસાધારણ મૂર્તિસ્વરૂપ સિદ્ધજ્યોતિની આરાધના કરીને યોગી પણ સ્વયં તેના સ્થિર
પદ (સિદ્ધપદ) ને પ્રાપ્ત કરી લે છે. અથવા તે સમ્યગ્જ્ઞાન દ્વારા વિકલ્પોથી રહિત
થયા થકા સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત થઈને એવા થઈ જાય છે કે ત્રણે લોકના ચૂડામણિ
રત્ન સમાન તેમને દેવો પણ નમસ્કાર કરે છે. ૧૨.
૨૧૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ