(शार्दूलविक्रीडित)
यत्सूक्ष्मं च महच्च शून्यमपि यन्नो शून्यमुत्पद्यते
नश्यत्येव च नित्यमेव च तथा नास्त्येव चास्त्येव च ।
एकं यद्यदनेकमेव तदपि प्राप्तं प्रतीतिं द्रढां
सिद्धज्योतिरमूर्ति चित्सुखमयं केनापि तल्लक्ष्यते ।।१३।।
અનુવાદ : જે સિદ્ધજ્યોતિ સૂક્ષ્મ પણ છે અને સ્થૂળ પણ છે, શૂન્ય પણ
છે અને પરિપૂર્ણ પણ છે, ઉત્પાદ – વિનાશવાળી પણ છે અને નિત્ય પણ છે,
સદ્ભાવરૂપ પણ છે અને અભાવરૂપ પણ છે તથા એક પણ છે અને અનેક પણ
છે; એવી તે દ્રઢ પ્રતીતિને પ્રાપ્ત થયેલી અમૂર્તિક, ચેતન અને સુખસ્વરૂપ સિદ્ધજ્યોતિ
કોઈ વિરલા જ યોગી પુરુષદ્વારા દેખવામાં આવે છે.
વિશેષાર્થ : અહીં જે સિદ્ધજ્યોતિને પરસ્પર વિરુદ્ધ પ્રતીત થતાં અનેક ધર્મોથી સંયુક્ત
બતાવવામાં આવેલ છે તે વિવક્ષાભેદથી બતાવેલ છે. જેમ કે – તે સિદ્ધજ્યોતિ અતીન્દ્રિય છે માટે
જ સૂક્ષ્મ કહેવાય છે. પરંતુ તેમાં અનંતાનંત પદાર્થ પ્રતિભાસે છે તેથી એ અપેક્ષાએ તે સ્થૂળ પણ
કહેવાય છે. તે પર (પુદ્ગલાદિ) દ્રવ્યોના ગુણોથી રહિત હોવાના કારણે શૂન્ય તથા અનંતચતુષ્ટય
સંયુક્ત હોવાના કારણે પરિપૂર્ણ પણ છે. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ તે પરિણમનશીલ હોવાથી
ઉત્પાદ – વિનાશવાળી તથા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ વિકાર રહિત હોવાથી નિત્ય પણ મનાય છે.
પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે સદ્ભાવ સ્વરૂપ તથા પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
અને ભાવની અપેક્ષાએ અભાવ સ્વરૂપ પણ છે. તે પોતાનો સ્વભાવ છોડીને અન્ય સ્વરૂપે ન થવાને
કારણે એક તથા અનેક પદાર્થોનું સ્વરૂપ પ્રતિભાસિત કરવાને કારણે અનેક સ્વરૂપે પણ છે એવી
તે સિદ્ધજ્યોતિનું ચિંતન બધા કરી શકતા નથી પણ નિર્મળ જ્ઞાનના ધારક કોઈ વિશેષ યોગીજન
જ તેનું ચિંતન કરે છે. ૧૩.
(शार्दूलविक्रीडित)
स्याच्छब्दामृतगर्भितागममहारत्नाकरस्नानतो
धौता यस्य मतिः स एव मनुते तत्त्वं विमुक्तात्मनः ।
तत्तस्यैव तदेव याति सुमतेः साक्षादुपादेयतां
भेदेन स्वकृतेन तेन च विना स्वं रूपमेकं परम् ।।१४।।
અનુવાદ : ‘સ્યાત્’ શબ્દરૂપ અમૃતથી ગર્ભિત આગમ (અનેકાન્ત સિદ્ધાંત)
અધિકાર – ૮ઃ સિદ્ધસ્તુતિ ]૨૧૧