રૂપી મહાસમુદ્રમાં સ્નાન કરવાથી જેમની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે તે જ સિદ્ધ
આત્માનું રહસ્ય જાણી શકે છે. તેથી તે જ સુબુદ્ધિ જીવને જ્યાંસુધી પોતાની જાતે
કરવામાં આવેલા ભેદ (સંસારી અને મુક્ત સ્વરૂપ) વિદ્યમાન છે, ત્યાં સુધી તે જ
સિદ્ધસ્વરૂપ સાક્ષાત્ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) થાય છે. ત્યાર પછી ઉપર્યુક્ત
ભેદબુદ્ધ નષ્ટ થઈ જતાં કેવળ એક નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ જ પ્રતિભાસિત થાય
છે – તે વખતે તે ઉપાદાન
– ઉપાદેય ભાવ પણ નષ્ટ થઈ જાય છે.
વિશેષાર્થ : આ ભવ્ય જીવ જ્યારે અનેકાન્તમય પરમાગમનો અભ્યાસ કરે છે ત્યારે
તે વિવેકબુદ્ધિ પામીને સિદ્ધોનું યથાર્થ સ્વરૂપ જાણી લે છે. તે વખતે તે પોતાની જાતને કર્મકલંકથી
લિપ્ત જાણીને તે જ સિદ્ધસ્વરૂપને ઉપાદેય (ગ્રાહ્ય) માને છે. પરંતુ જેવું તેને સ્વરૂપાચરણ પ્રગટ
થાય છે કે તરત જ તેની સંસારી અને સિદ્ધ વિષયક ભેદબુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે – તે વખતે
તેને ધ્યાન, ધ્યાતા અને ધ્યેયનો ભેદ જ રહેતો નથી. ત્યારે તેને સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત
એકમાત્ર શુદ્ધ આત્મસ્વરૂપ જ પ્રતિભાસિત થાય છે. ૧૪.
(शार्दूलविक्रीडित)
द्रष्टिस्तत्त्वविदः करोत्यविरतं शुद्धात्मरूपे स्थिता
शुद्धं तत्पदमेकमुल्बणमतेरन्यत्र चान्याद्रशम् ।
स्वर्णात्तन्मयमेव वस्तु घटितं लोहाच्च मुक्त्यर्थिना
मुक्त्वा मोहविजृम्भितं ननु पथा शुद्धेन संचर्यताम् ।।१५।।
અનુવાદ : નિર્મળ બુદ્ધિને ધારણ કરનાર તત્ત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિ નિરંતર
શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થઈને એક માત્ર શુદ્ધ આત્મપદ અર્થાત્ મોક્ષપદને કરે
છે. પરંતુ અજ્ઞાની પુરુષની દ્રષ્ટિ અશુદ્ધ આત્મસ્વરૂપ અથવા પર પદાર્થોમાં સ્થિત
થઈને સંસાર વધારે છે. ઠીક છે – સોનામાંથી બનાવાયેલ વસ્તુ (કટક – કુંડળ આદિ)
સુવર્ણમય તથા લોઢામાંથી બનાવાયેલ વસ્તુ (છરી આદિ) લોહમય જ હોય છે.
તેથી મુમુક્ષુ જીવે મોહથી વૃદ્ધિ પામેલ વિકલ્પ – સમૂહને છોડીને શુદ્ધ મોક્ષમાર્ગમાં
ચાલવું જોઈએ. ૧૫.
(शार्दूलविक्रीडित)
निर्दोषश्रुतचक्षुषा षडपि हि द्रव्याणि द्रष्ट्वा सुधी-
रादत्ते विशदं स्वमन्यमिलितं स्वर्णं यथा धावकः ।
૨૧૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ