यः कश्चित् किल निश्चिनोति रहितः शास्त्रेण तत्त्वं परं
सोऽन्धो रूपनिरूपणं हि कुरुते प्राप्तो मनःशून्यताम् ।।१६।।
અનુવાદ : જેવી રીતે સોની તાંબા વગેરેથી મિશ્રિત સોનું જોઈને તેમાંથી તાંબા
વગેરેને જુદુ કરીને શુદ્ધ સુવર્ણનું ગ્રહણ કરે છે તેવી જ રીતે વિવેકી પુરુષ નિર્દોષ
આગમરૂપ નેત્રથી છ યે દ્રવ્યોને જોઈને તેમાંથી નિર્મળ આત્મતત્ત્વનું ગ્રહણ કરે છે.
જે કોઈ જીવ શાસ્ત્ર રહિત રહીને ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો નિશ્ચય કરે છે તે મૂર્ખ મન
(વિવેક) રહિત હોવા છતાં ય રૂપનું અવલોકન કરવા ઇચ્છનાર અંધ સમાન છે. ૧૬.
(शार्दूलविक्रीडित)
यो हेयेतरबोधसंभृतमतिर्मुञ्चन् स हेयं परं
तत्त्वं स्वीकुरुते तदेव कथितं सिद्धत्वबीजं जिनैः ।
नान्यो भ्रान्तिगतः स्वतोऽथ परतो हेये परेऽर्थेऽस्य तद्
दुष्प्रापं शुचि वर्त्म येन परमं तद्धाम संप्राप्यते ।।१७।।
અનુવાદ : જેની બુદ્ધિ હેય અને ઉપાદેય તત્ત્વના જ્ઞાનથી પરિપૂર્ણ છે તે
ભવ્ય જીવ હેય પદાર્થ છોડીને ઉપાદેયભૂત ઉત્કૃષ્ટ આત્મતત્ત્વનો સ્વીકાર કરે છે કારણ
કે જિનેન્દ્રદેવે તેને જ મુક્તિનું બીજ બતાવ્યું છે. એનાથી વિપરિત જે જીવ હેય અને
ઉપાદેય તત્ત્વના વિષયમાં સ્વતઃ અથવા પરના ઉપદેશથી ભ્રમને પ્રાપ્ત થાય છે, તે
ઉક્ત આત્મતત્ત્વનો સ્વીકાર કરી શકતો નથી. તેથી તેને તે નિર્મળ મોક્ષમાર્ગ દુર્લભ
થઈ જાય છે કે જેના દ્વારા તે ઉત્કૃષ્ટ મોક્ષપદ પ્રાપ્ત કરાય છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
साङ्गोपाङ्गमपि श्रुतं बहुतरं सिद्धत्वनिष्पत्तये
ये ऽन्यार्थं परिकल्पयन्ति खलु ते निर्वाणमार्गच्युताः ।
मार्गं चिन्तयतो ऽन्वयेन तमतिक्रम्यापरेण स्फु टं
निःशेषं श्रुतमेति तत्र विपुले साक्षाद्विचारे सति ।।१८।।
અનુવાદ : અંગો અને ઉપાંગો સહિત પુષ્કળ શ્રુત (આગમ) મુક્તિની પ્રાપ્તિનું
સાધન છે. જે જીવ તે શ્રુતની અન્ય સાંસારિક પ્રયોજનો માટે કલ્પના કરે છે તેઓ ખરેખર
અધિકાર – ૮ઃ સિદ્ધસ્તુતિ ]૨૧૩
૨૮૧