Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 19-21 (8. Siddh Stuti).

< Previous Page   Next Page >


Page 214 of 378
PDF/HTML Page 240 of 404

 

background image
મોક્ષમાર્ગથી ભ્રષ્ટ છે. તેનું અતિક્રમણ કરીને (અન્ય સાંસારિક પ્રયોજનો છોડીને) અપર
અન્વય વડે સર્વોત્કૃષ્ટ એવા (પરંપરાગત દ્રવ્યશ્રુત વડે) જે જીવ માર્ગનું પ્રગટપણે ચિંતન
કરે છે તેને તેનો વિપુલ વિચાર કરતાં, સમસ્ત શ્રુત સાક્ષાત્ પ્રાપ્ત થાય છે. ૧૮.
(शार्दूलविक्रीडित)
निःशेषश्रुतसंपदः शमनिधेराराधनायाः फलं
प्राप्तानां विषये सदैव सुखिनामल्पैव मुक्तात्मनाम्
उक्ता भक्तिवशान्मयाप्यविदुषा या सापि गीः सांप्रतं
निःश्रेणिर्भवतादनन्तसुखतद्धामारुरुक्षोर्मम
।।१९।।
અનુવાદ : જે સમસ્ત શ્રુતરૂપ સંપત્તિ સહિત અને શાંતિના સ્થાનભૂત એવા
આત્મતત્ત્વની આરાધનાના ફળને પ્રાપ્ત થઈને શાશ્વત સુખ પામી ચુક્યા છે એવા તે
મુક્તાત્માઓના વિષયમાં મારા જેવા અલ્પજ્ઞે જે ભક્તિવશે થોડું કાંઈક કથન કર્યું છે
તે અનંત સુખથી પરિપૂર્ણ તે મોક્ષરૂપી મહેલમાં ચડવાની ઇચ્છા કરનાર એવા મારા
માટે નિસરણી સમાન થાવ. ૧૯.
(शार्दूलविक्रीडित)
विश्वं पश्यति वेत्ति शर्म लभते स्वोत्पन्नमात्यन्तिकं
नाशोत्पत्तियुतं तथाप्यविचलं मुक्त्यर्थिनां मानसे
एकीभूतमिदं वसत्यविरतं संसारभारोज्झितं
शान्तं जीवघनं द्वितीयरहितं मुक्तात्मरूपं महः
।।२०।।
અનુવાદ : આ સિદ્ધાત્મારૂપ તેજ વિશ્વને દેખે અને જાણે છે, માત્ર આત્માથી
ઉત્પન્ન આત્યંતિક સુખ પ્રાપ્ત કરે છે, નાશ અને ઉત્પાદ યુક્ત હોવા છતાં પણ નિશ્ચળ
(ધ્રુવ) છે, મુમુક્ષુઓના હૃદયમાં એકત્રિત થઈને નિરંતર રહે છે, સંસારના ભારરહિત
છે, શાન્ત છે, સઘન આત્મપ્રદેશો સ્વરૂપ છે તથા અસાધારણ છે. ૨૦
(शार्दूलविक्रीडित)
त्यक्त्वान्यासनयप्रमाणविवृतीः सर्वं पुनः कारकं
संबन्धं च तथा त्वमित्यहमिति प्रायान् विकल्पानपि
૨૧૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ