सर्वोपाधिविवर्जितात्मनि परं शुद्धेकबोधात्मनि
स्थित्वा सिद्धिमुपाश्रितो विजयते सिद्धः समृद्धो गुणैः ।।२१।।
અનુવાદ : જે નિક્ષેપ, નય અને પ્રમાણની અપેક્ષાએ કરવામાં આવતા
વિવરણો, કર્તા આદિ સમસ્ત કારકો, કારક અને ક્રિયા આદિના સંબંધ, તથા ‘તમે’
અને ‘હું’ ઇત્યાદિ વિકલ્પાનેે પણ છોડીને કેવળ શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપ તથા સમસ્ત
ઉપાધિ રહિત આત્મામાં સ્થિત થઈને સિદ્ધિ પામ્યા છે એવા તે અનંત જ્ઞાનાદિ ગુણોથી
સમૃદ્ધ સિદ્ધ પરમેષ્ઠી જયવંત હો. ૨૧.
(शार्दूलविक्रीडित)
तैरेव प्रतिपद्यतेऽत्र रमणीस्वर्णादिवस्तु प्रियं
तत्सिद्धैकमहः सदन्तरद्रशा मन्दैर्न यैद्रर्श्यते ।
ये तत्तत्त्वरसप्रभिन्नहृदयास्तेषामशेषं पुनः
साम्राज्यं तृणवद्वपुश्च परवद्भोगाश्च रोगा इव ।।२२।।
અનુવાદ : સંસારમાં જે મૂર્ખ જીવો ઉત્તમ અભ્યંતર નેત્ર (જ્ઞાન) થી તે
સમીચીન સિદ્ધાત્મારૂપ અદ્વિતીય તેજને દેખતા નથી તેઓ જ અહીં સ્ત્રી અને સુવર્ણ
આદિ વસ્તુઓને પ્રિય માને છે. પરંતુ જેમનું હૃદય તે સિદ્ધાત્મારૂપ રસથી પરિપૂર્ણ થઈ
ગયું છે તેમને સમસ્ત સામ્રાજ્ય (ચક્રવર્તિપણું) તૃણ સમાન તુચ્છ લાગે છે, શરીર બીજા
જેવું (અથવા શત્રુ જેવું) પ્રતિભાસે છે, તથા ભોગ રોગ સમાન જણાય છે. ૨૨.
(शार्दूलविक्रीडित)
वन्द्यास्ते गुणिनस्त एव भुवने धन्यास्त एव ध्रुवं
सिद्धानां स्मृतिगोचरं रुचिवशान्नामापि यैर्नीयते ।
ये ध्यायन्ति पुनः प्रशस्तमनसस्तान् दुर्गभूभृद्दरी-
मध्यस्थाः स्थिरनासिकाग्रिमद्रशस्तेषां किमु ब्रूमहे ।।२३।।
અનુવાદ : જે ભવ્ય જીવ ભક્તિપૂર્વક સિદ્ધોના નામ માત્રનું પણ સ્મરણ કરે
છે તે સંસારમાં નિશ્ચયથી વંદનીય છે, તેઓ જ ગુણવાન છે અને તેઓ જ પ્રશંસા
યોગ્ય છે. તો પછી જે સાધુજનો દુર્ગ (દુર્ગમ સ્થાન) અથવા પર્વતની ગુફાની મધ્યમાં
સ્થિત રહીને અને નાસિકાના અગ્રભાગ ઉપર પોતાના નેત્રો સ્થિર કરીને પ્રસન્ન મનથી
અધિકાર – ૮ઃ સિદ્ધસ્તુતિ ]૨૧૫