તે સિદ્ધોનું ધ્યાન કરે છે તેમના વિષયમાં અમે શું કહીએ? અર્થાત્ તેઓ તો અતિશય
ગુણવાન અને વંદનીય છે જ. ૨૩.
(शार्दूलविक्रीडित)
यः सिद्धे परमात्मनि प्रविततज्ञानैकमूर्तौ किल
ज्ञानी निश्चयतः स एव सकलप्रज्ञावतामग्रणीः ।
तर्कव्याकरणादिशास्त्रसहितैः किं तत्र शून्यैर्यतो
यद्योगं विदधाति वेध्यविषये तद्बाणमावर्ण्यते ।।२४।।
અનુવાદ : જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરના ધારક
સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન્ છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે.
પરંતુ જે સિદ્ધાત્મવિષયક જ્ઞાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના
જાણકાર છે તેમનું અહીં કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ કે જે લક્ષ્યના વિષયમાં
સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે.
વિશેષાર્થ : જે બાણ પોતાના લક્ષ્યને વીંધે છે તે જ બાણ પ્રશંસનીય મનાય છે, પણ
જે બાણ પોતાનું લક્ષ્ય વીંધવામાં અસમર્થ રહે છે તે વાસ્તવમાં બાણ કહેવરાવવાને યોગ્ય નથી.
એવી જ રીતે જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં જાણકારી રાખે છે તે જ વાસ્તવમાં
પ્રશંસનીય છે. એનાથી વિપરીત જે ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ આદિ અનેક વિષયોનાં પ્રકાંડ
વિદ્વાન થઈને પણ જો પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં અજ્ઞાની છે તો તે નિન્દાને પાત્ર છે.
કારણ એ કે આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. એ જ કારણે દ્રવ્યલિંગી મુનિ
બાર અંગના પાઠી હોવા છતાં પણ અભવ્યસેનની જેમ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એનાથી
વિપરીત શિવભૂતિ (ભાવ
- પ્રાભૃત - ૫૨ - ૫૩) મુનિ જેવા ભવ્ય પ્રાણી કેવળ તુષ – માષ સમાન
આત્મપરના વિવેકથી જ સંસારથી મુક્ત થઈ જાય છે. ૨૪.
(शार्दूलविक्रीडित)
सिद्धात्मा परमः परं प्रविलसद्बोधः प्रबुद्धात्मना
येनाज्ञायि स किं करोति बहुभिः शास्त्रैर्बहिर्वाचकैः ।
यस्य प्रोद्गतरोचिरुज्ज्वलतनुर्भानुः करस्थो भवेत्
ध्वान्तध्वंसविधौ स किं मृगयते रत्नप्रदीपादिकान् ।।२५।।
અનુવાદ : જે વિવેકી પુરુષે સમ્યગ્જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું
૨૧૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ