પરિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તે બાહ્ય પદાર્થોનું વિવેચન કરનાર ઘણા શાસ્ત્રોથી શું કરે?
અર્થાત્ તેને આમનું કાંઈ પણ પ્રયોજન રહેતું નથી. બરાબર જ છે – જેના હાથમાં
કિરણોના ઉદયથી સંયુક્ત ઉજ્જ્વળ શરીરવાળો સૂર્ય સ્થિત રહે છે તે શું અંધકારને નષ્ટ
કરવા માટે રત્નના દીપક આદિ ગોતે છે? અર્થાત્ ગોતતા નથી. ૨૫.
(शार्दूलविक्रीडित)
सर्वत्र च्युतकर्मबन्धनतया सर्वत्र सद्दर्शनाः
सर्वत्राखिलवस्तुजातविषयव्यासक्त बोधत्विषः ।
सर्वत्र स्फु रदुन्नतोन्नतसदानन्दात्मका निश्चलाः
सर्वत्रैव निराकुलाः शिवसुखं सिद्धाः प्रयच्छन्तु नः ।।२६।।
અનુવાદ : જે સિદ્ધ જીવ સમસ્ત આત્મપ્રદેશોમાં કર્મબંધનથી રહિત થઈ
જવાને કારણે સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપ્ત સમીચીન દર્શન સહિત છે, જેમની સમસ્ત
વસ્તુઓને વિષય કરનારી જ્ઞાનજ્યોતિનો પ્રસાર સર્વત્ર થઈ રહ્યો છે અર્થાત્ જે સર્વજ્ઞ
થઈ ગયા છે. જે સર્વત્ર પ્રકાશમાન શાશ્વત અનંત સુખસ્વરૂપ છે તથા જે સર્વત્ર નિશ્ચળ
નિરાકુળ છે. આવા તે સિદ્ધ અમને મોક્ષસુખ પ્રદાન કરો. ૨૬.
(शार्दूलविक्रीडित)
आत्मोत्तुङ्गगृहं प्रसिद्ध बहिराद्यात्मप्रभेदक्षणं
बह्वात्माध्यवसानसंगतलसत्सोपानशोभान्वितम् ।
तत्रात्मा विभुरात्मनात्मसुहृदो हस्तावलम्बी समा-
रुह्यानन्दकलत्रसंगतभुवं सिद्धः सदा मोदते ।।२७।।
અનુવાદ : જે આત્મારૂપી ઉન્નત ભવન પ્રસિદ્ધ બહિરાત્મા આદિ ભેદોરૂપ ખંડો
(માળ) થી સહિત તથા આત્માના પરિણામોરૂપ અનેક સુંદર પગથિયાઓની શોભા
સંયુક્ત છે તેમાં આત્મારૂપ મિત્રના હાથનો આશ્રય લેનાર આ આત્મારૂપ રાજા
આનંદરૂપ સ્ત્રીથી અધિષ્ઠિત પૃથ્વી ઉપર ચઢીને મુક્ત થતો થકો સદા આનંદિત રહે છે.
વિશેષાર્થ : જેમ અનેક સીડીઓથી સુશોભિત પાંચ સાત માળવાળા ભવનમાં મનુષ્ય
કોઈ મિત્રના હાથનો સહારો લઈને તે સીડીઓના આશ્રયે અનાયાસે જ ઉપર અભીષ્ટ સ્થાનમાં
પહોંચીને આનંદ પામે છે. તેવી જ રીતે આ જીવ અધઃપ્રવૃત્તકરણાદિ પરિણામોરૂપ સીડીઓ ઉપરથી
અધિકાર – ૮ઃ સિદ્ધસ્તુતિ ]૨૧૭