બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મારૂપ ત્રણ ખંડવાળા આત્મારૂપ ભવનમાં સ્થિત થયો થકો
પોતાના આત્મારૂપી મિત્રનું હસ્તાવલંબન લઈને (આત્મલીન થઈને) શાશ્વત સુખ સંયુક્ત તે
સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે જ્યાં તે અનંતકાળ સુધી અબાધ સુખ ભોગવે છે. ૨૭.
(शार्दूलविक्रीडित)
सैवैका सुगतिस्तदेव च सुखं ते एव द्रग्बोधने
सिद्धानामपरं यदस्ति सकलं तन्मे प्रियं नेतरत् ।
इत्यालोच्य द्रढं त एव च मया चित्ते धृताः सर्वदा
तद्रूपं परमं प्रयातुमनसा हित्वा भवं भीषणम् ।।२८।।
અનુવાદ : સિદ્ધોની જે ગતિ છે તે જ એક ઉત્તમ ગતિ છે. તેમનું જે સુખ
છે તે જ એક ઉત્તમ સુખ છે. તેમનાં જે જ્ઞાન-દર્શન છે તે જ યથાર્થ જ્ઞાનદર્શન છે
તથા બીજું પણ જે કાંઈ સિદ્ધોનું છે તે બધું મને પ્રિય છે. એના સિવાય બીજું કાંઈ
પણ મને પ્રિય નથી. આ રીતે વિચાર કરતાં મેં ભયાનક સંસાર છોડીને અને તે
સિદ્ધોના ઉત્કૃષ્ટ સ્વરૂપની પ્રાપ્તિમાં મન જોડીને મારા ચિત્તમાં નિરંતર તે સિદ્ધોને જ
દ્રઢતા પૂર્વક ધારણ કર્યા છે. ૨૮.
(शार्दूलविक्रीडित)
ते सिद्धाः परमेष्ठिनो न विषया वाचामतस्तान् प्रति
प्रायो वच्मि यदेव तत्खलु नभस्यालेख्यमालिख्यते ।
तन्नामापि मुदे स्मृतं तत इतो भक्त्याथ वाचालित-
स्तेषां स्तोत्रमिदं तथापि कृतवानम्भोजनन्दी मुनिः ।।२९।।
અનુવાદ : તે સિદ્ધ પરમેષ્ઠી વચનોના વિષય નથી તેથી જ ઘણું કરીને તેમના
લક્ષ્યે જે કાંઈ હું કહી રહ્યો છું તે આકાશમાં ચિત્રલેખન બરાબર છે. છતાં પણ તેમના
નામમાત્રનું સ્મરણેય આનંદ ઉત્પન્ન કરે છે, તેથી ભક્તિવિશે વાચાળ થઈને મેં –
પદ્મનંદી મુનિએ – તેમનું આ સ્તોત્ર કર્યું છે. ૨૯.
આ રીતે સિદ્ધસ્તુતિ સમાપ્ત થઈ. ૮.
૨૧૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ