Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 6-7 (9. Aalochana).

< Previous Page   Next Page >


Page 221 of 378
PDF/HTML Page 247 of 404

 

background image
અનુવાદ : હે જિનેશ્વર! આપનું જ્ઞાન અને દર્શન સમસ્ત પદાર્થોનો વિષય
કરનાર છે, આપનાં સુખ અને વીર્ય અનંત છે, તથા આપનું પ્રભુત્વ અતિશય નિર્મળ
છે; આ પ્રકારનું આપનું નિજ સ્વરૂપ છે. તેથી જે યોગીજનોએ સમ્યક્ ધ્યાનરૂપ નેત્ર
દ્વારા ચિરકાળમાં આપને પ્રાપ્ત કરી લીધા છે તેમણે શું નથી જાણ્યું? શું નથી જોયું,
અને શું નથી પ્રાપ્ત કરી લીધું? અર્થાત્ એક માત્ર આપને જાણી લેવાથી તેમણે બધું
જ જાણી લીધું, દેખી લીધું અને પ્રાપ્ત કરી લીધું છે. ૫.
(शार्दूलविक्रीडित)
त्वामेकं त्रिजगत्पतिं परमहं मन्ये जिनं स्वामिनं
त्वामेकं प्रणमामि चेतसि दधे सेवे स्तुवे सर्वदा
त्वामेकं शरणं गतोऽस्मि बहुना प्रोक्तेन किंचिद्भवे-
दित्थं तद्भवतु प्रयोजनमतो नान्येन मे केनचित्
।।।।
અનુવાદ : હું એક આપને જ ત્રણે લોકના સ્વામી, ઉત્કૃષ્ટ, જિન અને પ્રભુ
માનું છું. હું એક આપને જ સર્વદા નમસ્કાર કરૂં છું, આપને જ ચિત્તમાં ધારણ કરૂં
છું, આપની જ સેવા કરૂં છું, આપની જ સ્તુતિ કરૂં છું, તથા એક આપના જ શરણને
પ્રાપ્ત થયો છું. ઘણું કહેવાથી શું લાભ? આ રીતે જે કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું
હોય તે થાવ. મને આપના સિવાય અન્ય કોઈની સાથે પ્રયોજન નથી. ૬.
(शार्दूलविक्रीडित)
पापं कारितवान् यदत्र कृतवानन्यैः कृतं साध्विति
भ्रान्त्याहं प्रतिपन्नवांश्च मनसा वाचा च कायेन च
काले संप्रति यच्च भाविनि नवस्थानोद्गतं यत्पुन-
स्तन्मिथ्याखिलमस्तु मे जिनपते स्वं निन्दतस्ते पुरः
।।।।
અનુવાદ : હે જિનેન્દ્રદેવ! મન, વચન અને કાયાથી મેં અહીં જે કાંઈ પણ
અજ્ઞાનવશે પાપ કર્યું હોય, અન્ય દ્વારા કરાવ્યું હોય અને બીજાઓ દ્વારા કરાતાં ‘સારું
કર્યું’; એમ સ્વીકાર કર્યો હોય અર્થાત્ અનુમોદના કરી હોય; એ ઉપરાંત આ જ નવ
સ્થાનો (૧ મનકૃત, ૨ મન કારિત, ૩ મન અનુમોદિત, ૪ વચનકૃત, ૫ વચનકારિત,
૬ વચનાનુમોદિત, ૭ કાયકૃત, ૮ કાયકારિત અને કાયાનુમોદિત) દ્વારા બીજા પણ
અધિકાર૯ઃ આલોચના ]૨૨૧