પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ હે નાથ! હું શું કરૂં? આપની સમીપમાં બળપૂર્વક
લગાવવા છતાં પણ આ ચિત્ત હજી યે બાહ્ય પદાર્થો તરફ દોડે છે. ૧૨.
(शार्दूलविक्रीडित)
संसारो बहुदुःखदः सुखपदं निर्वाणमेतत्कृते
त्यक्त्वार्थादि तपोवनं वयमितास्तत्रोज्झितः संशयः ।
एतस्मादपि दुष्करव्रतविधेर्नाद्यापि सिद्धिर्यतो
वातालीतरलीकृतं दलमिव भ्राम्यत्यदो मानसम् ।।१३।।
અનુવાદ : સંસાર બહુ દુઃખદાયક છે, પરંતુ મોક્ષ સુખનું સ્થાન છે. આ
મોક્ષ પ્રાપ્ત કરવા માટે અમે ધન – સંપત્તિ આદિ છોડીને તપોવનમાં આવ્યા છીએ અને
તેના વિષયમાં અમે સર્વ પ્રકારનો સંદેહ પણ છોડી દીધો છે. પરંતુ આ કઠિન
વ્રતવિધાનથી પણ હજી સુધી સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. એનું કારણ એ છે કે વાયુસમૂહ
દ્વારા ચંચળ કરવામાં આવેલા પાંદડા સમાન આ મન ભ્રમિત થઈ રહ્યું છે. ૧૩.
(शार्दूलविक्रीडित)
झम्पाः कुर्वदितस्ततः परिलसद्बाह्यार्थलाभाद्दद-
न्नित्यं व्याकुलतां परां गतवतः कार्यं विनाप्यात्मनः ।
ग्रामं वासयदिन्द्रियं भवकृतो दूरं सुहृत् कर्मणः
क्षेमं तावदिहास्ति कुत्र यमिनो यावन्मनो जीवति ।।१४।।
અનુવાદ : જે મન આમતેમ ભટક્યા કરે છે, બાહ્ય પદાર્થોની પ્રાપ્તિથી હર્ષ
પામે છે, કોઈ પણ પ્રયોજન વિના નિરંતર જ્ઞાનમય આત્માને અતિશય વ્યાકુળ કરે
છે, ઇન્દ્રિય સમૂહને વસાવે છે તથા સંસારના કારણભૂત કર્મનો પરમ મિત્ર છે; એવું
તે મન જ્યાં સુધી જીવિત છે ત્યાંસુધી અહીં સંયમીનું કલ્યાણ ક્યાંથી થઈ શકે?
અર્થાત્ થઈ શકતું નથી.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે જ્યાંસુધી મન શાન્ત થતું નથી ત્યાંસુધી સંયમનું
પરિપાલન કરવા છતાં પણ કદી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. કારણ એ છે કે મનની
અસ્થિરતાથી બાહ્ય ઇષ્ટાનિષ્ટ પદાર્થોમાં રાગ – દ્વેષની પ્રવૃત્તિ બની રહે છે અને જ્યાં સુધી રાગ –
દ્વેષનું પરિણમન છે ત્યાંસુધી કર્મનો બંધ પણ અનિવાર્ય છે. તથા જ્યાંસુધી નવા નવા કર્મનો બંધ
૨૨૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ