થતો રહે ત્યાંસુધી દુઃખમય આ જન્મ – મરણરૂપ સંસારની પરંપરા પણ ચાલુ જ રહે છે. આ
હાલતમાં આત્માને કદી શાંતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આત્મકલ્યાણની ઇચ્છા કરનાર ભવ્ય
જીવોએ સૌથી પહેલાં પોતાનું ચંચળ મન વશ કરવું જોઈએ. મન વશ થતાં તેના ઇશારે ચાલતી
ઇન્દ્રિયો સ્વયમેવ વશ થઈ જાય છે. તો એવી અવસ્થામાં બન્ધનો અભાવ થઈ જવાથી મોક્ષ પણ
કાંઈ દૂર રહેતો નથી. ૧૪.
(शार्दूलविक्रीडित)
नूनं मृत्युभुपैति यातममलं त्वां शुद्धबोधात्मकं
त्वत्तस्तेन बहिर्भ्रमत्यविरतं चेतो विकल्पाकुलम् ।
स्वामिन् किं क्रियते ऽत्र मोहवशतो मृत्योर्न भीः कस्य तत्
सर्वानर्थपरंपराकृदहितो मोहः स मे वार्यताम् ।।१५।।
અનુવાદ : હે સ્વામિન્! આ ચિત્ત નિર્મળ અને શુદ્ધચૈતન્યસ્વરૂપ આપને
પ્રાપ્ત થયું થકું નિશ્ચયથી મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. તેથી તે વિકલ્પોથી વ્યાકુળ
થતું થકું આપના તરફથી ખસીને નિરંતર બાહ્ય પદાર્થોમાં પરિભ્રમણ કરે છે.
શું કરીએ? મોહના વશે અહીં મૃત્યુનો ભય ભલા કોને નથી હોતો? અર્થાત્
તેનો ભય ઘણું કરીને બધાને હોય છે. તેથી હે પ્રભો! સમસ્ત અનર્થોની
પરંપરાના કારણભૂત મારા આ મોહરૂપ શત્રુનું નિવારણ કરો. ૧૫.
(शार्दूलविक्रीडित)
सर्वेषामपि कर्मणामतितरां मोहो बलीयानसौ
धत्ते चञ्चलतां बिभेति च मृतेस्तस्य प्रभावान्मनः ।
नो चेज्जीवति को म्रियेत क इह द्रव्यत्वतः सर्वदा
नानात्वं जगतो जिनेन्द्र भवता द्रष्टं परं पर्ययैः ।।१६।।
અનુવાદ : બધા કર્મોમાં તે મોહ અતિશય બળવાન છે. તેના જ પ્રભાવથી
મન ચપળતા ધારણ કરે છે અને મૃત્યુથી ડરે છે. જો એમ ન હોત તો પછી સંસારમાં
દ્રવ્યની અપેક્ષાએ કોણ જીવે છે અને કોણ મરે છે? હે જિનેન્દ્ર! આપે ફક્ત પર્યાયોની
અપેક્ષાએ જ સંસારની વિવિધતા જોઈ છે.
વિશેષાર્થ : જો નિશ્ચયનયથી વિચાર કરવામાં આવે તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આ આત્મા
અધિકાર – ૯ઃ આલોચના ]૨૨૫