અનાદિ – નિધન છે. તેનો ન કદી જન્મ થાય છે અને ન કદી મરણ. તેના જન્મ – મરણની કલ્પના
વ્યવહારી જન પર્યાયની પ્રધાનતાથી કેવળ મોહના નિમિત્તે કરે છે. જેનો તે મોહ નષ્ટ થઈ જાય
છે તેનું મન ચપળતા છોડીને સ્થિર થઈ જાય છે. તેને પછી મૃત્યુનો ભય રહેતો નથી. આ રીતે
તેને યથાર્થ આત્મસ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે અને ત્યારે તે તરત જ પરમાનંદમય અવિનશ્વર
પદને પ્રાપ્ત કરી લે છે. ૧૬.
(शार्दूलविक्रीडित)
वातव्याप्तसमुद्रवारिलहरीसंघातवत्सर्वदा
सर्वत्र क्षणभङ्गुरं जगदिदं संचिन्त्य चेतो मम ।।
संप्रत्येतदशेषजन्मजनकव्यापारपारस्थितं
स्थातुं वाञ्छति निर्विकारपरमानन्दे त्वयि ब्रह्मणि ।।१७।।
અનુવાદ : આ વિશ્વ વાયુથી તાડિત થયેલા સમુદ્રના જળમાં ઉત્પન્ન થતી
લહેરોના સમૂહ સમાન સદા અને સર્વત્ર ક્ષણનશ્વર છે, એવો વિચાર કરીને આ મારૂં
મન અત્યારે જન્મ – મરણરૂપ સંસારના કારણભૂત આ સમસ્ત પ્રવૃત્તિઓની પાર
પહોંચીને અર્થાત્ આવી ક્રિયાઓ છોડીને નિર્વિકાર અને પરમાનંદસ્વરૂપ આપ
પરમાત્મામાં સ્થિત થવાની ઇચ્છા કરે છે. ૧૭.
(शार्दूलविक्रीडित)
एनः स्यादशुभोपयोगत इतः प्राप्नोति दुःखं जनो
धर्मः स्याच्च शुभोपयोगत इतः सौख्यं किमप्याश्रयेत् ।
द्वन्द्वं द्वन्द्वमिदं भवाश्रयतया शुद्धोपयोगात्पुन-
र्नित्यानन्दपदं तदत्र च भवानर्हन्नहं तत्र च ।।१८।।
અનુવાદ : અશુભ ઉપયોગથી પાપ ઉત્પન્ન થાય છે અને એનાથી પ્રાણી
દુઃખ પ્રાપ્ત કરે છે તથા શુભ ઉપયોગથી ધર્મ થાય છે અને એનાથી પ્રાણી કોઈ
વિશેષ સુખ પ્રાપ્ત કરે છે. સુખ અને દુઃખનું આ કલહકારી જોડું સંસારની સહાયથી
ચાલે છે. પરંતુ એનાથી વિપરીત શુદ્ધ ઉપયોગથી તે શાશ્વત સુખનું સ્થાન અર્થાત્
મોક્ષ પ્રાપ્ત થાય છે. હે અરહંત જિન! આ પદ (મોક્ષ)માં તો આપ સ્થિત છો અને
હું તે પદમાં અર્થાત્ શાતા, અશાતા વેદનીયજનિત ક્ષણિક સુખ – દુઃખના સ્થાનભૂત
સંસારમાં સ્થિત છું. ૧૮.
૨૨૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ