અને દુષ્ટને દંડ દેવો એ ન્યાયપ્રિય રાજાનું કર્તવ્ય હોય છે. ૨૦.
(शार्दूलविक्रीडित)
आधिव्याधिजरामृतिप्रभुतयः संबन्धिनो वर्ष्मण-
स्तद्भिन्नस्य ममात्मनो भगवतः किं कर्तृमीशा जडाः ।
नानाकारविकारकारिण इमे साक्षान्नभोमण्डले
तिष्ठन्तो ऽपि न कुर्वते जलमुचस्तत्र स्वरूपान्तरम् ।।२१।।
અનુવાદ : આધિ (માનસિક કષ્ટ), વ્યાધિ (શારીરિક કષ્ટ), જરા અને મૃત્યુ
આદિ શરીર સાથે સંબંધ રાખનાર છે. હું ભગવાન્ આત્મા તે શરીરથી ભિન્ન છું,
માટે તે શરીર સંબંધી જડ આધિ – વ્યાધિ આદિ મારૂં શું કરી શકે? અર્થાત્ એ આત્માનું
કાંઈ પણ નુકશાન કરી શકતા નથી. યોગ્ય પણ છે – પ્રત્યક્ષ અનેક આકારો અને
વિકારો કરનારા આ વાદળા આકાશમંડળમાં રહેવા છતાં પણ આકાશના સ્વરૂપમાં
કાંઈ પણ અંતર કરતા નથી. ૨૧.
(शार्दूलविक्रीडित)
संसारातपदह्यमानवपुषा दुःखं मया स्थीयते
नित्यं नाथ यथा स्थलस्थितिमता मत्स्येन ताम्यन्मनः ।
कारुण्यामृतसंगशीतलतरे त्वत्पादपङ्केरुहे
यावद्देव समर्पयामि हृदयं तावत्परं सौख्यवान् ।।२२।।
અનુવાદ : જેમ પાણી સુકાઈ જતાં સ્થળ ઉપર રહેલું માછલું મનમાં અતિશય
કષ્ટ પામે છે તેવી જ રીતે સંસારરૂપ ગરમીથી જલતા શરીરને ધારણ કરતો થકો
અહીં રહીને હું પણ અતિશય કષ્ટ પામી રહ્યો છું. હે દેવ! જ્યાં સુધી હું દયારૂપ
અમૃતના સંબંધથી અતિશય શીતળતાને પ્રાપ્ત થયેલ આપના ચરણ – કમળોમાં મારૂં
હૃદય સમર્પિત કરૂં છું. ત્યાં સુધી અતિશય સુખનો અનુભવ કરૂં છું. ૨૨.
(शार्दूलविक्रीडित)
साक्षग्राममिदं मनो भवति यद्बाह्यार्थसंबन्धभाक्
तत्कर्म प्रविजृम्भते पृथगहं तस्मात्सदा सर्वथा ।
૨૨૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ