અનુવાદ : હે જિન! હૃદયમાં આવો સ્થિર વિચાર કરીને આ મનુષ્ય શુદ્ધિ
માટે આપના ચરણોના પ્રસાદથી નિર્દોષ અધ્યાત્મરૂપી અદ્વિતીય ત્રાજવામાં એક
તરફ ચડે છે અને બીજી તરફ તેને દોષિત કરવા માટે આ દુર્જય કર્મરૂપી શત્રુ
બળપૂર્વક સ્થિત છે. તેથી હે ભગવાન્! આ વિષયમાં આપ મધ્યસ્થ (નિષ્પક્ષ)
સાક્ષી છો. ૨૮.
(शार्दूलविक्रीडित)
द्वैतं संसृतिरेव निश्चयवशादद्वैतमेवामृतं-
संक्षेपादुभयत्र जल्पितमिदं पर्यन्तकाष्ठागतम् ।
निर्गत्यादिपदाच्छनैः शबलितादन्यत्समालम्बते
यः सो ऽसंज्ञ इति स्फु टं व्यवहृतेर्ब्रह्मादिनामेति च ।।२९।।
અનુવાદ : નિશ્ચયથી દ્વૈત (આત્મ – પરનો ભેદ) જ સંસાર અને અદ્વૈત જ મોક્ષ
છે. આ એ બન્નેના વિષયમાં સંક્ષેપથી કથન છે જે ચરમ સીમાને પ્રાપ્ત છે. જે ભવ્ય
જીવ ધીરે ધીરે આ વિચિત્ર પ્રથમ (દ્વૈત) પદથી નીકળીને બીજા (અદ્વૈત) પદનો આશ્રય
કરે છે તે જો કે નિશ્ચયથી વાચ્ય – વાચકભાવનો અભાવ થઈ જવાના કારણે
સંજ્ઞા(નામ) રહિત થઈ જાય છે; છતાં પણ વ્યવહારથી તે બ્રહ્મા આદિ (પરબ્રહ્મ,
પરમાત્મા) નામને પ્રાપ્ત કરે છે. ૨૯.
(शार्दूलविक्रीडित)
चारित्रं यदमाणि केवलद्रशा देव त्वया मुक्त ये
पुंसा तत्खलु माद्रशेन विषमे काले कलौ दुर्धरम् ।
भक्ति र्या समभूदिह त्वयि दृढा पुण्यैः पुरोपार्जितैः
संसारार्णवतारणे जिन ततः सैवास्तु पोतो मम ।।३०।।
અનુવાદ : હે જિનદેવ! કેવળજ્ઞાની! આપે જે મુક્તિ માટે ચારિત્ર
બતાવ્યું છે તેને નિશ્ચયથી મારા જેવા પુરુષ આ વિષમ પંચમ કાળમાં ધારણ
કરી શકતો નથી. તેથી પૂર્વોપાર્જિત મહાન્ પુણ્યથી અહીં જે મારી આપના
વિષયમાં દ્રઢ ભક્તિ થઈ છે તે જ મને આ સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે
જહાજ સમાન થાય. ૩૦.
અધિકાર – ૯ઃ આલોચના ]૨૩૧