૧૦. સદ્બોધ ચંદ્રોદય
[ १०.सद्बोधचन्द्रोदयः ]
(शार्दूलविक्रीडित)
यज्जानन्नपि बुद्धिमानपि गुरुः शक्तो न वक्तुं गिरा
प्रोक्तं चेन्न तथापि चेतसि नृणां संमाति चाकाशवत् ।
यत्र स्वानुभवस्थिते ऽपि विरला लक्ष्यं लभन्ते चिरा-
त्तन्मोक्षैक निबन्धनं विजयते चित्तत्त्वमत्यद्भुतम् ।।१।।
અનુવાદ : જે ચેતન તત્ત્વને જાણવા છતાં પણ અને બુદ્ધિમાન ગુરુ પણ વાણી
દ્વારા કહેવાને સમર્થ નથી તથા જો કહેવામાં આવે તો પણ જે આકાશ સમાન
મનુષ્યોના હૃદયમાં સમાતું નથી તથા જેના સ્વાનુભવમાં સ્થિત હોવા છતાં પણ વિરલા
મનુષ્યો જ ચિર કાળે લક્ષ્ય (મોક્ષ) ને પ્રાપ્ત કરી શકે છે; તે મોક્ષના અદ્વિતીય
કારણભૂત આશ્ચર્યજનક ચેતનતત્ત્વ જયવંત હો. ૧.
(शार्दूलविक्रीडित)
नित्यानित्यतया महत्तनुतयानेकैकरूपत्ववत्
चित्तत्वं सदसत्तया च गहनं पूर्णं च शून्यं च यत् ।
तज्जीयादखिलश्रुताश्रयशुचिज्ञानप्रभाभासुरो
यस्मिन् वस्तुविचारमार्गचतुरो यः सो ऽपि संमुह्यति ।।२।।
અનુવાદ : જે ચેતન તત્ત્વ નિત્ય અને અનિત્ય સ્વરૂપે, સ્થૂળ અને કૃશ સ્વરૂપે,
અનેક અને એક સ્વરૂપે, સત્ અને અસત્ સ્વરૂપે તથા પૂર્ણ અને શૂન્ય સ્વરૂપે ગહન
છે; તથા જેના વિષયમાં સમસ્ત શ્રુતનો વિષય કરનારી એવી નિર્મળ જ્ઞાનરૂપ
૨૩૪