જ્યોતિથી દૈદિપ્યમાન અને તત્ત્વના વિચારમાં ચતુર એવો મનુષ્ય પણ મોહ પામે છે
તે ચેતન તત્ત્વ જીવિત રહે.
વિશેષાર્થ : તે ચિદ્રૂપ તત્ત્વ (સમજવું) ઘણું અઘરું છે કારણ કે ભિન્ન ભિન્ન
અપેક્ષાએ તેનું સ્વરૂપ અનેક પ્રકારનું છે. જેમ કે – ઉક્ત ચિદ્રૂપ તત્ત્વ જો દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ
નિત્ય છે તો પર્યાયાર્થિક નયની અપેક્ષાએ તે અનિત્ય પણ છે. જો તે અનન્ત પદાર્થોનો વિષય
કરવાને કારણે સ્થૂળ છે તો મૂર્તિ રહિત હોવાના કારણે સૂક્ષ્મ પણ છે, જો તે સામાન્ય સ્વરૂપે
એક છે તો વિશેષ સ્વરૂપે અનેક પણ છે, જો તે સ્વકીય દ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ સત્
છે તો પરકીય દ્રવ્યાદિચતુષ્ટયની અપેક્ષાએ અસત્ પણ છે તથા જો તે અનંતચતુષ્ટય આદિ
ગુણોથી પરિપૂર્ણ છે તો રૂપ – રસાદિ રહિત હોવાના કારણે શૂન્ય પણ છે. આ રીતે તેનું સ્વરૂપ
ગંભીર હોવાથી કદી સમસ્ત શ્રુતના પારગામી પણ તેના વિષયમાં મોહ પામી જાય છે. ૨.
(शार्दूलविक्रीडित)
सर्वस्मिन्नणिमादिपङ्कजवने रम्येऽपि हित्वा रतिं
यो दृष्टिं शुचिमुक्ति हंसवनितां प्रत्यादराद्दत्तवान् ।
चेतोवृत्तिनिरोधलब्धपरमब्रह्मप्रमोदाम्बुभृत्-
सम्यक्साम्यसरोवरस्थितिजुषे हंसाय तस्मै नमः ।।३।।
અનુવાદ : અણિમા – મહિમા આદિ આઠ ૠદ્ધિઓરૂપ રમણીય સમસ્ત
કમળવન રહેવા છતાં પણ જે આત્મારૂપ હંસ તેના વિષયમાં અનુરક્ત ન થતાં
આદરથી મુક્તિરૂપ હંસી ઉપર જ પોતાની દ્રષ્ટિ રાખે છે તથા જે ચિત્તવૃત્તિના
નિરોધથી પ્રાપ્ત થયેલ પરબ્રહ્મસ્વરૂપ આનંદરૂપી જળથી પરિપૂર્ણ એવા સમીચીન
સમતાભાવરૂપ સરોવરમાં નિવાસ કરે છે તે આત્મારૂપ હંસને નમસ્કાર હો. ૩.
(रथोद्धता)
सर्वभावविलये विभाति यत् सत्समाधिभरनिर्भरात्मनः ।
चित्स्वरूपमभितः प्रकाशकं शर्मधाम नमताद्भुतं महः ।।४।।
અનુવાદ : જે આશ્ચર્યજનક ચિત્સ્વરૂપ તેજ રાગ – દ્વેષાદિરૂપ વિભાવ પરિણામો
નષ્ટ થતાં સમ્યક્ સમાધિના ભારને ધારણ કરનાર યોગીને શોભાયમાન થાય છે,
જે સર્વ પદાર્થોનું પ્રકાશક છે તથા જે સુખનું કારણ છે તે ચિત્સ્વરૂપ તેજને નમસ્કાર
કરો. ૪.
અધિકાર – ૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૩૫