બરાબર છે – આ પૃથ્વી ઉપર મૃત્યુથી કોણ ડરતું નથી? અર્થાત્ તેનાથી બધા જ ડરે
છે. ૮.
(रथोद्धता)
तत्त्वमात्मगतमेव निश्चितं यो ऽन्यदेशनिहितं समीक्षते ।
वस्तु मुष्टिविधृतं प्रयत्नतः कानने मृगयते स मूढधीः ।।९।।
અનુવાદ : ચૈતન્યતત્ત્વ નિશ્ચયથી પોતામાં જ સ્થિત છે, તે ચૈતન્યરૂપ તત્ત્વને
જે અન્ય સ્થાનમાં સ્થિત સમજે છે તે મૂર્ખ મુઠીમાં રાખેલી વસ્તુને જાણે પ્રયત્નપૂર્વક
વનમાં શોધે છે. ૯.
(रथोद्धता)
तत्परः परमयोगसंपदां पात्रमत्र न पुनर्बहिर्गतः ।
नापरेण चलि [ल] तो यथेप्सितः स्थानलाभविभवो विभाव्यते ।।१०।।
અનુવાદ : જે ભવ્ય જીવ આ પરમાત્મતત્ત્વમાં તલ્લીન થાય છે તે સમાધિરૂપ
સંપત્તિઓનું પાત્ર થાય છે, પરંતુ જે બાહ્ય પદાર્થોમાં મુગ્ધ રહે છે તે તેમનું પાત્ર
થતો નથી. યોગ્ય છે – જે બીજા માર્ગે ચાલી રહ્યો છે તેને ઇચ્છાનુસાર સ્થાનની
પ્રાપ્તિરૂપ સંપત્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. ૧૦.
(रथोद्धता)
साधुलक्ष्यमनवाप्य चिन्मये यत्र सुष्ठु गहने तपस्विनः ।
अप्रतीतिभुवमाश्रिता जडा भान्ति नाटयगतपात्रसंनिभाः ।।११।।
અનુવાદ : જે તપસ્વી અતિશય ગહન તે ચૈતન્યસ્વરૂપ તત્ત્વના વિષયમાં લક્ષ્ય
(વેધ્ય) ન પામીને અતત્ત્વશ્રદ્ધાન (મિથ્યાત્વ) રૂપ ભૂમિકાનો આશ્રય લે છે તે મૂઢબુદ્ધિ
જીવ નાટકના પાત્ર સમાન લાગે છે.
વિશેષાર્થ : જેમ નાટકના પાત્ર રાજા, રંક અને સાધુ આદિનો વેશ લઈને તથા તે પ્રમાણે
જ તેમનું ચરિત્ર બતાવીને જોનારાઓને જો કે મુગ્ધ કરી લે છે, છતાં પણ તેઓ યથાર્થ રાજા વગેરે
હોતા નથી. બરાબર એ જ રીતે જે બાહ્ય તપશ્ચરણાદિ તો કરે છે, પરંતુ સમ્યગ્દર્શન રહિત હોવાના
કારણે તે ચૈતન્ય તત્ત્વનો અનુભવ કરી શકતા નથી. તેઓ યોગીનો વેશ લઈને પણ વાસ્તવિક યોગી
થઈ શકતા નથી. ૧૧.
અધિકાર – ૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૩૭