(रथोद्धता)
भूरिधर्मयुतमप्यबुद्धिमानन्धहस्तिविधिनावबुध्य यत् ।
भ्राम्यति प्रचुरजन्मसंकटे पातु वस्तदतिशायि चिन्महः ।।१२।।
અનુવાદ : અજ્ઞાની જીવ અનેક ધર્મોવાળા જે ચેતન તત્ત્વને અંધ – હસ્તિ
ન્યાયથી જાણીને અનેક જન્મ – મરણથી ભયાનક આ સંસારમાં પરિભ્રમણ કરે છે તે
અનુપમ ચેતન તત્ત્વરૂપ તેજ આપ સર્વેનું રક્ષણ કરો.
વિશેષાર્થ : જેવી રીતે આંધળો મનુષ્ય હાથીનો યથાર્થ આકાર ન જાણતાં તેના જે
અવયવ (પગ કે સૂંઢ વગેરે) નો સ્પર્શ કરે છે તેને જ હાથી સમજી લે છે, તેવી જ રીતે મિથ્યાદ્રષ્ટિ
જીવ અનેક ધર્મયુક્ત તે ચેતન તત્ત્વને યથાર્થ સ્વરૂપે ન જાણતાં એકાંતે કોઈ એક જ ધર્મસ્વરૂપ
સમજી લે છે. એ જ કારણે તે જન્મ – મરણસ્વરૂપ આ સંસારમાં જ પરિભ્રમણ કરીને દુઃખ સહન
કરે છે. ૧૨.
(रथोद्धता)
कर्मबन्धकलितो ऽप्यबन्धनो रागद्वेषमलिनो ऽपि निर्मलः ।
देहवानपि च देहवर्जितश्चित्रमेतदखिलं किलात्मनः ।।१३।।
અનુવાદ : આ આત્મા કર્મબંધ સહિત હોવા છતાં પણ બંધન રહિત છે,
રાગ – દ્વેષથી મલિન હોવા છતાં પણ નિર્મળ છે તથા શરીર સાથે સંબંધવાળો હોવા
છતાં પણ તે શરીર રહિત છે. આ રીતે આ બધું આત્માનું સ્વરૂપ આશ્ચર્યજનક છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે શુદ્ધ નિશ્ચયનયથી આ આત્માને ન રાગ-દ્વેષ પરિણામ
છે, ન કર્મોનો બંધ છે અને ન શરીરે ય છે. તે વાસ્તવમાં વીતરાગ, સ્વાધીન અને અશરીર હોઈને
સિદ્ધ સમાન છે. પરંતુ પર્યાયસ્વરૂપે તે કર્મબંધ સહિત હોઈને રાગ – દ્વેષથી મલિન અને શરીર સહિત
માનવામાં આવે છે. ૧૩.
(रथोद्धता)
निर्विनाशमपि नाशमाश्रितं शून्यमप्यतिशयेन संभृतम् ।
एकमेव गतमप्यनेकतां तत्त्वमीद्रगपि नो विरुध्यते ।।१४।।
અનુવાદ : તે આત્મતત્ત્વ વિનાશ રહિત હોવા છતાં પણ નાશને પ્રાપ્ત છે, શૂન્ય
હોવા છતાં પણ અતિશયથી પરિપૂર્ણ છે તથા એક હોવા છતાં પણ અનેકતાને પ્રાપ્ત છે.
આ રીતે નયવિવક્ષાથી એમ માનવામાં કાંઈ પણ વિરોધ આવતો નથી. ૧૪.
૨૩૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ