(रथोद्धता)
विस्मृतार्थ परिमार्गणं यथा यस्तथा सहजचेतनाश्रितः ।
स क्रमेण परमेकतां गतः स्वस्वरूपपदमाश्रयेद्ध्रुवम् ।।१५।।
અનુવાદ : જેવી રીતે મૂર્ચ્છિત મનુષ્ય સ્વાભાવિક ચેતના પામીને (હોશણાં
આવીને) પોતાની ભૂલાયેલી વસ્તુની શોધ કરવા માંડે છે તેવી જ રીતે જે ભવ્ય પ્રાણી
પોતાના સ્વાભાવિક ચૈતન્યનો આશ્રય લે છે તે ક્રમે કરીને એકત્વ પામી પોતાના
સ્વાભાવિક ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને નિશ્ચિતપણે જ પ્રાપ્ત કરી લે છે. ૧૫.
(रथोद्धता)
यद्यदेव मनसि स्थितं भवेत् तत्तदेव सहसा परित्यजेत् ।
इत्युपाधिपरिहारपूर्णता सा यदा भवति तत्पदं तदा ।।१६।।
અનુવાદ : જે જે વિકલ્પ આવીને મનમાં સ્થિત થાય છે તેને શીઘ્ર જ છોડી
દેવો જોઈએ. આ રીતે જ્યારે તે વિકલ્પોનો ત્યાગ પરિપૂર્ણ થઈ જાય છે ત્યારે તે
મોક્ષ પદ પણ પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.
(रथोद्धता)
संहृतेषु खमनो ऽनिलेषु यद्भाति तत्त्वममलात्मनः परम् ।
तद्गतं परमनिस्तरङ्गतामग्निरुग्र इह जन्मकानने ।।१७।।
અનુવાદ : ઇન્દ્રિય, મન અને શ્વાસોચ્છ્વાસ નષ્ટ થઈ ગયા પછી જે નિર્મળ
આત્માનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તે અતિશય સ્થિરતા પામીને અહીં જન્મ
(સંસાર) રૂપ વનને બાળવા માટે તીક્ષ્ણ અગ્નિ સમાન હોય છે. ૧૭.
(रथोद्धता)
मुक्त इत्यपि न कार्यमञ्जसा कर्मजालकलितो ऽहमित्यपि ।
निर्विकल्प पदवीमुपाश्रयन् संयमी हि लभते परं पदम् ।।१८।।
અનુવાદ : વાસ્તવમાં ‘હું મુક્ત છું’ એ જાતનો વિકલ્પ પણ ન કરવો જોઈએ.
તથા ‘હું કર્મોના સમૂહથી સંબદ્ધ છું’ એવો વિકલ્પ પણ ન કરવો જોઈએ. કારણ
એ છે કે સંયમી પુરુષ નિર્વિકલ્પ પદવી પામીને જ નિશ્ચયથી ઉત્કૃષ્ટ મોક્ષપદ પામે
છે. ૧૮.
અધિકાર – ૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૩૯