(रथोद्धता)
कर्म चाहमिति च द्वये सति द्वैतमेतदिह जन्मकारणम् ।
एक इत्यपि मतिः सती न यत्साप्युपाधिरचिता तदङ्गभृत् ।।१९।।
અનુવાદ : હે પ્રાણી! ‘કર્મ અને હું’ આવા પ્રકારની બે પદાર્થોની કલ્પના
થતાં જે અહીં દ્વૈતબુદ્ધિ થાય છે તે સંસારનું કારણ છે. તથા ‘હું એક છું’ એ જાતનો
વિકલ્પ પણ યોગ્ય નથી કારણ કે તે પણ ઉપાધિથી નિર્મિત હોવાના કારણે સંસારનું
જ કારણ થાય છે. ૧૯.
(रथोद्धता)
संविशुद्धपरमात्मभावना संविशुद्धपदकारणं भवेत् ।
सेतरेतकृते सुवर्णतो लोहतश्च विकृतीस्तदाश्रिते ।।२०।।
અનુવાદ : અતિશય વિશુદ્ધ પરમાત્મતત્ત્વની જે ભાવના છે તે અતિશય
નિર્મળ મોક્ષપદનું કારણ થાય છે. તથા એનાથી વિપરીત જે ભાવના છે તે સંસારનું
કારણ થાય છે. બરાબર છે – સુવર્ણથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે સુવર્ણમય અને
લોહથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે લોહમય હોય છે. ૨૦.
(रथोद्धता)
कर्म भिन्नमनिशं स्वतो ऽखिलं पश्यतो विशदबोधचक्षुषा ।
तत्कृते ऽपि परमार्थवेदिनो योगिनो न सुखदुःखकल्पना ।।२१।।
અનુવાદ : સમસ્ત કર્મ મારાથી ભિન્ન છે, આ રીતે નિરંતર નિર્મળ જ્ઞાનરૂપ નેત્રથી
દેખનારા અને યથાર્થ સ્વરૂપના વેત્તા યોગીને કર્મકૃત સુખ – દુઃખ હોવા છતાં પણ તેને ઉક્ત સુખ –
દુઃખની કલ્પના હોતી નથી. ૨૧.
(रथोद्धता)
मानसस्य गतिरस्ति चेन्निरालम्ब एव पथि भास्वतो यथा ।
योगिनो द्रगवरोधकारकः संनिधिर्न तमसां कदाचन ।।२२।।
અનુવાદ : જો યોગીના મનની ગતિ સૂર્ય સમાન નિરાધાર માર્ગમાં જ હોય
તો તેને જોવામાં બાધા ઉત્પન્ન કરનાર અંધકાર (અજ્ઞાન) ની સમીપતા કદી પણ
હોઈ શકે નહિ.
૨૪૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ