વિશેષાર્થ : જેવી રીતે નિરાધાર આકાશમાર્ગે ગમન કરનાર સૂર્ય રહે ત્યારે અંધકાર
કોઈ રીતે બાધા પહોંચાડી શકતો નથી તેવી જ રીતે સમસ્ત માનસિક વિકલ્પોથી રહિત આત્મતત્ત્વમાં
સંચાર કરનાર યોગીના તત્ત્વદર્શનમાં અજ્ઞાન – અંધકાર પણ બાધા પહોંચાડી શકતો નથી. ૨૨.
(रथोद्धता)
रुग्जरादिविकृतिर्न मे ऽञ्जसा सा तनोरहमितः सदा पृथक् ।
मीलितेऽपि सति खे विकारिता जायते न जलदैर्विकारिभिः ।।२३।।
અનુવાદ : રોગ અને જરા આદિ રૂપ વિકાર વાસ્તવમાં મારા નથી, તે તો
શરીરના વિકાર છે અને હું તે શરીરથી સંબદ્ધ હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી
સર્વદા ભિન્ન છું. ઠીક છે – વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ સાથે આકાશનો મેળાપ
થવા છતાં પણ તેમાં કોઈ પ્રકારનો વિકારભાવ ઉત્પન્ન થતો નથી. ૨૩.
(रथोद्धता)
व्याधिनाङ्गमभिभूयते परं तद्गतो ऽपि न पुनश्चिदात्मकः ।
उत्थितेन गृहमेव दह्यते वह्निना न गगनं तदाश्रितम् ।।२४।।
અનુવાદ : રોગ કેવળ શરીરને પરાધીન કરે છે પણ તેમાં સ્થિત હોવા છતાં
ચેતન આત્માને પરાધીન કરતો નથી. બરાબર છે – ઉત્પન્ન થયેલી અગ્નિ કેવળ ઘરને
જ બાળે છે, પરંતુ તેના આશ્રયભૂત આકાશને બાળતી નથી. ૨૪
(रथोद्धता)
बोधरूपमखिलैरुपाधिभिर्वर्जितं किमपि यत्तदेव नः ।
नान्यदल्पमपि तत्त्वमीद्रशं मोक्षहेतुरिति योगनिश्चयः ।।२५।।
અનુવાદ : સમસ્ત ઉપાધિથી રહિત જે કાંઈ પણ જ્ઞાનરૂપ છે તે જ અમારૂં
સ્વરૂપ છે, તેનાથી ભિન્ન જરાય તત્ત્વ અમારૂં નથી; આ જાતનો યોગનો નિશ્ચય
મોક્ષનું કારણ થાય છે. ૨૫.
(रथोद्धता)
योगतो हि लभते विबन्धनं योगतो ऽपि किल मुच्यते नरः ।
योगवर्त्म विषमं गुरोर्गिरा बोध्यमेतदखिलं मुमुक्षुणा ।।२६।।
અધિકાર – ૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૧