અનુવાદ : મનુષ્ય યોગના નિમિત્તે વિશેષ બંધન પ્રાપ્ત કરે છે તથા યોગના
નિમિત્તે જ તેનાથી મુક્ત પણ થાય છે. આ રીતે યોગનો માર્ગ વિષમ છે.
મોક્ષાભિલાષી ભવ્ય જીવે આ સમસ્ત યોગમાર્ગનું જ્ઞાન ગુરુના ઉપદેશથી પ્રાપ્ત કરવું
જોઈએ. ૨૬.
(रथोद्धता)
शुद्धबोधमयमस्ति वस्तु यद् रमणीयकपदं तदेव नः ।
स प्रमाद इह मोहजः क्वचित्कल्प्यते वद परो [रे] ऽपि रम्यता ।।२७।।
અનુવાદ : જે શુદ્ધ જ્ઞાનરૂપ વસ્તુ છે તે જ અમારૂં રમણીય પદ છે. એનાથી
ઉલ્ટું જે અન્ય કોઈ બાહ્ય જડ વસ્તુમાં પણ રમણીયતાની કલ્પના કરવામાં આવે છે
તે કેવળ મોહજનિત પ્રમાદ છે. ૨૭.
(रथोद्धता)
आत्मबोधशुचितीर्थमद्भुतं स्नानमत्र कुरुत्तोत्तमं बुधाः ।
यन्न यात्यपरतीर्थकोटिभिः क्षालयत्यपि मलं तदान्तरम् ।।२८।।
અનુવાદ : આત્મજ્ઞાનરૂપ પવિત્ર તીર્થ આશ્ચર્યજનક છે. હે વિદ્વાનો! આપ
એમાં ઉત્તમ રીતે સ્નાન કરો. જે અભ્યંતર મળ બીજા કરોડો તીર્થોથી પણ જતો નથી
તેને પણ આ તીર્થ ધોઈ નાખે છે. ૨૮.
(रथोद्धता)
चित्समुद्रतटबद्धसेवया जायते किमु न रत्नसंचयः ।
दुःखहेतुरमुतस्तु दुर्गतिः किं न विप्लवमुपैति योगिनः ।।२९।।
અનુવાદ : ચૈતન્યરૂપ સમુદ્રના તટથી સંબંધિત સેવા દ્વારા શું રત્નોનો સંચય
નથી થતો? અવશ્ય થાય છે. તથા તેનાથી દુઃખના કારણભૂત યોગીની દુર્ગતિ શું
નાશ નથી પામતી? અર્થાત્ તે અવશ્યમેવ નાશ પામે છે.
વિશેષાર્થ : જેવી રીતે સમુદ્રના કિનારે રહેનારા માણસો પાસે કોઈ બહુમૂલ્ય રત્નોનો
સંચય થઈ જાય છે તથા એનાથી તેની દુર્ગતિ (નિર્ધનતા) નાશ પામે છે તેવી જ રીતે ચૈતન્યરૂપ
સમુદ્રના તટની આરાધના કરનાર યોગીને પણ અમૂલ્ય રત્નો (સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર
આદિ) નો સંચય થઈ જાય છે અને એનાથી તેની દુર્ગતિ (નારક પર્યાય આદિ) પણ નષ્ટ
૨૪૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ