થઈ જાય છે. આ રીતે તેને નારકાદિ પર્યાય જનિત દુઃખ નષ્ટ થઈ જવાથી અપૂર્વ શાંતિનો
લાભ થાય છે. ૨૯.
(रथोद्धता)
निश्चयावगमनस्थितित्रयं रत्नसंचितिरियं परात्मनि ।
योगद्रष्टिविषयीभवन्नसौ निश्चयेन पुनरेक एव हि ।।३०।।
અનુવાદ : પરમાત્માના વિષયમાં જે નિશ્ચય, જ્ઞાન અને સ્થિરતા થાય
છે; એ ત્રણેનું નામ જ રત્નસંચય છે. તે પરમાત્મા યોગરૂપ નેત્રનો વિષય છે.
નિશ્ચયનયની અપેક્ષાએ તે રત્નત્રયસ્વરૂપ આત્મા એક જ છે, તેમાં
સમ્યગ્દર્શનાદિનો ભેદ પણ દ્રષ્ટિગોચર થતો નથી.
વિશેષાર્થ : સમ્યગ્દર્શનાદિના સ્વરૂપનો વિચાર નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ
બે પ્રકારે કરવામાં આવે છે. જેમ કે – જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું. એ વ્યવહાર
સમ્યગ્દર્શન છે. ઉક્ત જીવાદિ તત્ત્વોનું જે યથાર્થ જ્ઞાન હોય છે, તેને વ્યવહાર સમ્યગ્જ્ઞાન
કહે છે. પાપરૂપ ક્રિયાઓના પરિત્યાગને વ્યવહાર સમ્યક્ ચારિત્ર કહેવામાં આવે છે. આ
વ્યવહારની અપેક્ષાએ તેમના સ્વરૂપનો વિચાર થયો. નિશ્ચયનયની અપેક્ષાએ તેમનું સ્વરૂપ આ
રીતે છે. શુદ્ધ આત્માના વિષયમાં રુચિ ઉત્પન્ન થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ આત્માના
સ્વરૂપને જાણવું તે નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને ઉક્ત આત્મામાં જ લીન થવું એ નિશ્ચય ચારિત્ર
કહેવાય છે. આમાં વ્યવહાર જ્યાં સુધી નિશ્ચયનો સાધક છે ત્યાંસુધી જ તે ઉપાદેય છે,
વાસ્તવમાં તે અસત્યાર્થ હોવાથી હેય જ છે. ઉપાદેય કેવળ નિશ્ચય જ છે, કેમકે તે યથાર્થ
છે. અહીં નિશ્ચય રત્નત્રયના સ્વરૂપનું જ દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે તે નિર્મળ ધ્યાનની
અપેક્ષા રાખે છે. ૩૦.
(रथोद्धता)
प्रेरिताः श्रुतगुणेन शेमुषीकार्मुकेण शरवद् दृगादयः ।
बाह्यवेध्यविषये कृतश्रमाश्चिद्रणे प्रहतकर्मशत्रवः ।।३१।।
અનુવાદઃ — આગમરૂપ દોરીથી સંયુક્ત એવા બુદ્ધિરૂપ ધનુષ્યથી પ્રેરિત
સમ્યગ્દર્શનાદિરૂપ બાણ ચૈતન્યરૂપ રણમાં બાહ્ય પદાર્થરૂપ લક્ષ્યના વિષયમાં પરિશ્રમ
કરીને કર્મરૂપ શત્રુઓનો નાશ કરી નાખે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે રણભૂમિમાં દોરીથી સુસજજ ધનુષ્ય દ્વારા
છોડવામાં આવેલ બાણ લક્ષ્યભૂત શત્રુઓને વીંધીને તેમનો નાશ કરી નાખે છે તેવી જ રીતે અહીં
અધિકાર – ૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૩