મિથ્યાજ્ઞાનરૂપી અગ્નિ દ્વારા નષ્ટ કરવામાં ન આવે તો તે નિશ્ચયથી ઇષ્ટ મોક્ષરૂપી
ઉત્તમ ફળ ઉત્પન્ન કરે છે. ૩૫.
(रथोद्धता)
तावदेव मतिवाहिनी सदा धावति श्रुतगता पुरः पुरः ।
यावदत्र परमात्मसंविदा भिद्यते न हृदयं मनीषिणः ।।३६।।
અનુવાદ : અહીં વિદ્વાન સાધુની બુદ્ધિરૂપી નદી આગમમાં સ્થિત થઈને
નિરંતર ત્યાં સુધી જ આગળ આગળ દોડે છે જ્યાં સુધી તેનું હૃદય ઉત્કૃષ્ટ આત્મતત્ત્વના
જ્ઞાનથી ભેદાતું નથી.
વિશેષાર્થ : આનો અભિપ્રાય એ છે કે વિદ્વાન સાધુને જ્યારે ઉત્કૃષ્ટ આત્માનું સ્વરૂપ
સમજવામાં આવી જાય છે ત્યારે તેને શ્રુતના પરિશીલનની વિશેષ આવશ્યકતા નથી રહેતી. કારણ
એ છે કે આત્મતત્ત્વનું પરિજ્ઞાન પ્રાપ્ત કરવું એ જ તો આગમના અભ્યાસનું ફળ છે, અને તે તેને
પ્રાપ્ત થઈ જ ગયું છે. હવે તેને મોક્ષપદ કાંઈ દૂર નથી. ૩૬.
(रथोद्धता)
यः कषायपवनैरचुम्बितो बोधवह्निरमलोल्लसद्दशः ।
किं न मोहतिमिरं विखण्डयन् भासते जगति चित्प्रदीपकः ।।३७।।
અનુવાદ : જે ચૈતન્યરૂપી દીપક કષાયરૂપી વાયુથી સ્પર્શાયો નથી, જ્ઞાનરૂપી
અગ્નિ સહિત છે તથા પ્રકાશમાન નિર્મળ દશાઓ (દ્રવ્ય પર્યાયો) રૂપ દશા (બત્તી)
થી સુશોભિત છે, તે શું સંસારમાં મોહરૂપી અંધકારને નષ્ટ કરતો પ્રતિભાસિત નથી
થતો? અર્થાત્ અવશ્ય જ પ્રતિભાસિત થાય છે. ૩૭.
(रथोद्धता)
बाह्यशास्त्रगहने विहारिणी या मतिर्बहुविकल्पधारिणी ।
चित्स्वरूपकुलसद्मनिर्गता सा सती न सद्रशी कुयोषिता ।।३८।।
અનુવાદ : જે બુદ્ધિરૂપી સ્ત્રી બાહ્ય શાસ્ત્રરૂપી વનમાં ફરનારી છે, અનેક
વિકલ્પો ધારણ કરે છે તથા ચૈતન્યરૂપી કુલીન ઘરમાંથી નીકળી ચુકી છે, તે પતિવ્રતા
સમાન સમીચીન નથી, પરંતુ દુરાચારિણી સ્ત્રી સમાન છે. ૩૮.
અધિકાર – ૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૫