(रथोद्धता)
चित्स्वरूपपदलीनमानसो यः सदा स किल योगिनायकः ।
जीवराशिरखिलश्चिदात्मको दर्शनीय इति चात्मसंनिभिः ।।४३।।
અનુવાદ : જે મુનિનું મન ચૈતન્યસ્વરૂપમાં લીન થાય છે તે યોગીઓમાં શ્રેષ્ઠ
થઈ જાય છે. સમસ્ત જીવરાશિ ચૈતન્યસ્વરૂપ છે માટે તેમને પોતાના સમાન જ ગણવા
જોઈએ. ૪૩.
(रथोद्धता)
अन्तरङ्गबहिरङ्गयोगतः कार्यसिद्धिरखिलेति योगिना ।
आसितव्यमनिशं प्रयत्नतः स्वं परं सद्रशमेव पश्यता ।।४४।।
અનુવાદ : સર્વ કાર્યોની સિદ્ધિ અંતરંગ અને બહિરંગ યોગથી થાય છે. તેથી
યોગીએ નિરંતર પ્રયત્નપૂર્વક સ્વ અને પરને સમદ્રષ્ટિથી દેખતા રહેવું જોઈએ.
વિશેષાર્થ : યોગ શબ્દના બે અર્થ છે – મન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને સમાધિ.
એમાં મન, વચન અને કાયની પ્રવૃત્તિરૂપ જે યોગ છે તે બે પ્રકારનો છે – શુભ અને અશુભ. આમાં
શુભ યોગથી પુણ્ય અને અશુભ યોગથી પાપનો આસ્રવ થાય છે અને તે પ્રમાણે જ જીવને સાંસારિક
સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. આ બન્નેય પ્રકારના યોગ શરીર સાથે સંબદ્ધ હોવાના કારણે
બહિરંગ કહેવાય છે. અંતરંગ યોગ સમાધિ છે. એનાથી જીવને અવિનશ્વર પદની પ્રાપ્તિ થાય છે.
અહીં ગ્રન્થકર્તાએ સ્વ અને પરમાં સમબુદ્ધિ રાખતા યોગીને આ અંતરંગ યોગમાં સ્થિત રહેવા
તરફ સંકેત કર્યો છે. ૪૪.
(रथोद्धता)
लोक एष बहुभावभावितः स्वार्जितेन विविधेन कर्मणा ।
पश्यतोऽस्य विकृतीर्जडात्मनः क्षोभमेति हृदयं न योगिनः ।।४५।।
અનુવાદ : આ જનસમૂહ પોતાના કમાયેલા અનેક પ્રકારના કર્મ અનુસાર અનેક
અવસ્થાઓ પામે છે. તે અજ્ઞાનીના વિકારો જોઈને યોગીનું મન ક્ષોભ પામતું નથી. ૪૫.
(रथोद्धता)
सुप्त एष बहुमोहनिद्रया दीर्घकालमविरामया जनः ।
शास्त्रमेतदधिगम्य सांप्रतं सुप्रबोध इह जायतामिति ।।४६।।
અધિકાર – ૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૭