જે જ્યોતિ પ્રતિભાસિત થાય છે તે ઉત્કૃષ્ટ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ જયવંત હો. ૩.
(आर्या )
स जयति गुरुर्गरीयान् यस्मामलवचनरश्मिभिर्झगिति ।
नश्यति तन्मोहतमो यदविषयो दिनकरादीनाम् ।।४।।
અનુવાદ : જે અજ્ઞાનરૂપ અંધકાર સૂર્યાદિ દ્વારા નષ્ટ કરી શકાતો નથી તે
જે ગુરુના નિર્મળ વચનરૂપ કિરણોદ્વારા શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે તે શ્રેષ્ઠ ગુરુ જયવંત
હો. ૪.
(आर्या )
आस्तां जरादिदुःखं सुखमपि विषयोद्भवं सतां दुःखम् ।
तैर्मन्यते सुखं यत्तन्मुक्तौ सा च दुःसाध्या ।।५।।
અનુવાદ : વૃદ્ધત્વ આદિના નિમિત્તે ઉત્પન્ન થનારૂં દુઃખ તો દૂર જ રહે,
પરંતુ વિષયભોગોથી ઉત્પન્ન થયેલું સુખ પણ સાધુ પુરુષોને દુઃખરૂપ જ પ્રતિભાષિત
થાય છે. તેઓ જેને વાસ્તવિક સુખ માને છે તે સુખ મુક્તિમાં છે અને તે ઘણી
મુશ્કેલીથી સિદ્ધ કરી શકાય છે. ૫.
(आर्या )
श्रुतपरिचितानुभूतं सर्वं सर्वस्य जन्मने सुचिरम् ।
न तु मुक्त येऽत्र सुलभा शुद्धात्मज्योतिरुपलब्धिः ।।६।।
અનુવાદ : લોકમાં સર્વ પ્રાણીઓએ ચિરકાળથી જન્મ – મરણરૂપ સંસારના
કારણભૂત વસ્તુઓના વિષયમાં સાંભળ્યું છે, પરિચય પ્રાપ્ત કર્યો છે તથા અનુભવ
પણ કર્યો છે. પરંતુ જે શુદ્ધ આત્માની જ્યોતિ મુક્તિના કારણભૂત છે તેની ઉપલબ્ધિ
તેમને સુલભ નથી. ૬.
(आर्या )
बोधोऽपि यत्र विरलो वृत्तिर्वाचामगोचरे बाढम् ।
अनुभूतिस्तत्र पुनर्दुर्लक्ष्यात्मनि परं गहनम् ।।७।।
અનુવાદ : જે આત્મા વચનોથી અગોચર છે – વિકલ્પાતીત છે – તે આત્મતત્ત્વના
અધિકાર – ૧૧ઃ નિશ્ચયપંચાશત્ ]૨૫૧