વિષયમાં પ્રાયઃ જ્ઞાન જ થતું નથી. તેના વિષયમાં સ્થિતિ તો વિશેષ કઠિન છે અને
તેનો અનુભવ તો દુર્લભ જ છે. તે આત્મતત્ત્વ અત્યંત દુર્ગમ છે. ૭.
(आर्या )
व्यवहृतिरबोधजनबोधनाय कर्मक्षयाय शुद्धनयः ।
स्वार्थं मुमुक्षुरहमिति वक्ष्ये तदाश्रितं किंचित् ।।८।।
અનુવાદ : વ્યવહારનય અજ્ઞાનીજનોને પ્રતિબોધ કરવા માટે છે, પરંતુ શુદ્ધ
નિશ્ચયનય કર્મોના નાશનું કારણ છે. તેથી મોક્ષની અભિલાષા રાખનાર હું (પદ્મનંદી)
સ્વના નિમિત્તે શુદ્ધ નિશ્ચયનયના આશ્રયે પ્રયોજનભૂત આત્મસ્વરૂપનું વર્ણન કરૂં છું. ૮.
(आर्या )
व्यवहारो ऽभूतार्थो भूतार्थो देशितस्तु शुद्धनयः ।
शुद्धनयमाश्रिता ये प्राप्नुवन्ति यतयः पदं परमम् ।।९।।
અનુવાદ : વ્યવહારનયને અસત્ય પદાર્થનો વિષય કરનાર અને નિશ્ચયનયને
યથાર્થ વસ્તુનો વિષય કરનાર કહેવામાં આવેલ છે. જે મુનિ શુદ્ધ નિશ્ચયનયનો આશ્રય
લે છે તે ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) ને પ્રાપ્ત કરે છે. ૯.
(आर्या )
तत्त्वं वागतिवर्ति व्यवहृतिमासाद्य जायते वाच्यम् ।
गुणपर्ययादिविवृतेः प्रसरति तच्चापि शतशाखम् ।।१०।।
અનુવાદ : વસ્તુનું યથાર્થ સ્વરૂપ વચન અગોચર છે અર્થાત્ તે વચન દ્વારા
કહી શકાતું નથી. તે વ્યવહારનો આશ્રય લઈને જ વચન દ્વારા કહેવાને યોગ્ય બને
છે તે પણ ગુણો અને પર્યાયો આદિના વિવરણથી સેંકડો શાખાઓમાં વિસ્તાર પામે
છે. ૧૦.
(आर्या )
मुख्योपचारविवृतिं व्यवहारोपायतो यतः सन्तः ।
ज्ञात्वा श्रयन्ति शुद्धं तत्त्वमिति व्यवहृतिः पूज्या ।।११।।
અનુવાદ : સજ્જન મનુષ્ય વ્યવહારનયના આશ્રયે જ મુખ્ય અને ઉપચારભૂત
૨૫૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ