આદિનાથ જિનેન્દ્ર દ્વારા કરવામાં આવેલ ધ્યાનરૂપી અગ્નિનો તણખો જ ઉત્પન્ન થયો હતો. ૧.
કાર્ય ન રહેવાથી જે ગમનરહિત થઈ ગયા હતા. આંખો વડે જોવા યોગ્ય કોઈ પણ
વસ્તુ ન રહેવાથી જેઓ પોતાની દ્રષ્ટિ નાકની અણી ઉપર ઠેરવતા હતા, તથા કાનને
સાંભળવા યોગ્ય કાંઈ પણ બાકી ન રહેવાથી જે આકુળતા રહિત થઈને એકાન્ત
સ્થાનમાં રહ્યા હતા; એવા તે ધ્યાનમાં એકાગ્રચિત્ત થયેલા જિન ભગવાન જયવંત હો.
જો ઉક્ત ધ્યાન કાયોત્સર્ગવડે કરવામાં આવે તો તેમાં બન્ને હાથ નીચે લટકતા રાખી દ્રષ્ટિ નાકની
અણી ઉપર રાખવામાં આવે છે. આ ધ્યાનની અવસ્થા લક્ષમાં રાખીને જ અહીં એમ કહેવામાં આવ્યું
છે કે તે વખતે જિન ભગવાનને ન હાથ વડે કરવા યોગ્ય કાંઈ કાર્ય બાકી કહ્યું હતું, ન ગમન વડે
પ્રાપ્ત કરવા યોગ્ય ધનાદિની અભિલાષા શેષ હતી ન કોઈ પણ દ્રશ્ય તેમની આંખોને રુચિકર બાકી
રહ્યું હતું અને ન કોઈ ગીત આદિ પણ તેમના કાનને મુગ્ધ કરે એવું બાકી રહ્યું હતું. ૨.
अस्त्रादेः परिवर्जनान्न च बुधैर्द्वैषोऽपि संभाव्यते
मानन्दादिगुणाश्रयस्तु नियतं सोऽर्हन्सदा पातु वः