Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 4 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 3 of 378
PDF/HTML Page 29 of 404

 

background image
લીધે કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં રાગ નથી, ત્રિશૂળ આદિ આયુધ રહિત હોવાને
લીધે ઉક્ત અરિહંત પરમેષ્ઠીને વિદ્વાનો દ્વારા દ્વેષની પણ સંભાવના કરી શકાતી નથી.
તેથી રાગ-દ્વેષ રહિત થઈ જવાને લીધે તેમને સમતાભાવ પ્રગટ્યો છે, અને આ
સમતાભાવ પ્રગટવાથી તેમને આત્મજ્ઞાન તથા તેનાથી તેમને કર્મોનો વિયોગ થયો છે.
માટે કર્મોના ક્ષયથી જે અરિહંત પરમેષ્ઠી અનંત સુખ આદિ ગુણોનો આશ્રય પામ્યા
છે. તે અરિહંત પરમેષ્ઠી સર્વદા તમારી રક્ષા કરો. ૩.
(शार्दूलविक्रीडित)
इन्द्रस्य प्रणतस्य शेखरशिखारत्नार्कभासा नख-
श्रेणीतेक्षणबिम्बशुम्भदलिभृद्दूरोल्लसत्पाटलम्
श्रीसद्माङ्घ्रियुगं जिनस्य दधदप्यम्भोजसाम्यं रज-
स्त्यक्तं जाड्यहरं परं भवतु नश्चेतोऽर्पितं शर्मणे
।।।।
અનુવાદ : જે જિન ભગવાનના શ્રેષ્ઠ બન્ને ચરણ નમસ્કાર કરતી વખતે
નમેલા ઇન્દ્રના મુગટની કલગીમાં જડેલા રત્નરૂપી સૂર્યના પ્રકાશથી કાંઈક ધવલતા
સહિત લાલ વર્ણના છે તથા જે નખોમાં પડતા ઇન્દ્રના નેત્રોના પ્રતિબિંબરૂપ ભ્રમરોને
ધારણ કરે છે, જે શોભાના સ્થાનરૂપ છે તેથી જે કમળની ઉપમા ધારણ કરવા છતાં
પણ ધૂળના સંસર્ગ વિનાના હોઈને જડતાને (અજ્ઞાનને) હરનાર છે; તે બન્ને ચરણો
અમારા ચિત્તમાં સ્થિર થઇને સુખના કારણ થાવ.
વિશેષાર્થ : અહીં જિનભગવાનના ચરણોને કમળની ઉપમા આપતાં એમ બતાવ્યું છે
કે જેમ કમળ પાટલ (કાંઈક સફેદ સાથે લાલ) વર્ણનું હોય છે તેમ જિન ભગવાનના ચરણોમાં
જ્યારે ઇન્દ્ર નમસ્કાર કરતા હતા ત્યારે તેના મુકુટમાં જડેલા રત્નની છાયા તેના ઉપર પડતી હતી
તેથી તે પણ કમળની જેમ પાટલ વર્ણના થઈ જતા હતા. જો કમળમાં ભમરા રહે છે તો જિન
ભગવાનના પગના નખોમાં પણ નમસ્કાર કરતા ઇન્દ્રના નેત્ર પ્રતિબિંબરૂપ ભમરા વિદ્યમાન હતા.
કમળ જો શ્રી (લક્ષ્મી)નું સ્થાન મનાય છે તો તે જિન ચરણ પણ શ્રી (શોભા)નું સ્થાન હતા. આમ
કમળની ઉપમા ધારણ કરવા છતાં પણ જિનચરણોમાં તેનાથી કાંઈક અધિક વિશેષતા હતી. જેમ
કે
કમળ તો રજ અર્થાત્ પરાગ સહિત હોય છે પણ જિનચરણ તે રજ (ધૂળ)ના સંપર્કથી સદા
રહિત હતા. એવી જ રીતે કમળ જડતા (અચેતનપણું) ધારણ કરે છે પરંતુ જિનચરણ તે
જડતા(અજ્ઞાન)ને નષ્ટ કરનાર હતા. ૪.
અધિકાર૧ઃ ધર્મોપદેશામૃત ]