Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 16-18 (11. Nishchayapanchashat).

< Previous Page   Next Page >


Page 254 of 378
PDF/HTML Page 280 of 404

 

background image
સાથે સંબંધ રાખે છે તથા જેમણે આ કાર્યનો અભ્યાસ પણ કર્યો છે તે
સમ્યગ્દર્શનાદિરૂપ બાણ શુદ્ધ આત્મારૂપ રણમાં કર્મરૂપ શત્રુઓના સમૂહનો નાશ
કરીને સફળ થાય છે. ૧૫.
(आर्या )
हिंसोज्झित एकाकी सर्वोपद्रवसहो वनस्थो ऽपि
तरुरिव नरो न सिध्यति सम्यग्बोधाद्रते जातु ।।१६।।
અનુવાદ : જે મનુષ્ય વૃક્ષ સમાન હિંસા કર્મ રહિત છે, એકલો છે અર્થાત્
કોઈ સહાયકની અપેક્ષા રાખતો નથી, સમસ્ત ઉપદ્રવો સહન કરે છે તથા વનમાં સ્થિત
પણ છે છતાં પણ તે સમ્યગ્જ્ઞાન વિના કદી પણ સિદ્ધ થઈ શકતો નથી.
વિશેષાર્થ : વનમાં એકલું રહેલ જે વૃક્ષ ઠંડી અને ગરમી આદિના ઉપદ્રવો સહન કરે
છે તથા સ્થાવર હોવાના કારણે હિંસાકર્મથી પણ રહિત છે છતાં ય સમ્યગ્જ્ઞાન રહિત હોવાના કારણે
જેમ તે કદી મુક્તિ પામી શકતું નથી તે જ રીતે મનુષ્ય સાધુ થઈને સર્વ પ્રકારના ઉપદ્રવો અને
પરિષહો સહન કરે છે, ઘર છોડીને વનમાં એકાકીપણે રહે છે તથા પ્રાણીઓના ઘાતથી વિરત છે;
છતાં પણ જો તેણે સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી તો તે પણ કદી મુક્ત થઈ શકતો નથી. ૧૬.
(आर्या )
अस्पृष्टमबद्धमनन्यमयुतमविशेषभ्रमोपेतः
यः पश्यत्यात्मानं स पुमान् खलु शुद्धनयनिष्ठः ।।१७।।
અનુવાદ : જે ભવ્ય જીવ ભ્રમરહિત થઈને પોતાને કર્મથી અસ્પૃષ્ટ, બંધરહિત,
એક, પરના સંયોગ રહિત તથા પર્યાયના સંબંધ રહિત શુદ્ધ દ્રવ્યસ્વરૂપને દેખે છે
તેને નિશ્ચયથી શુદ્ધ નયમાં નિષ્ઠા રાખનાર સમજવો જોઈએ. ૧૭.
(आर्या )
शुद्धाच्छुद्धमशुद्धं ध्यायन्नाप्नोत्यशुद्धमेव स्वम्
जनयति हेम्नो हैमं लोहाल्लो [लौ] हं नरः कटकम् ।।१८।।
અનુવાદ : જીવ શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ આત્માનું ધ્યાન કરતો શુદ્ધ જ
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે તથા વ્યવહારનયનું અવલંબન લઈને અશુદ્ધ આત્માનો
વિચાર કરતો અશુદ્ધ જ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બરાબર છે
મનુષ્ય સોનામાંથી
સોનામય કડું અને લોઢામાંથી લોહમય કડું જ ઉત્પન્ન કરે છે. ૧૮.
૨૫૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ