(आर्या )
सानुष्ठानविशुद्धे द्रग्बोधे जृम्भिते कुतो जन्म ।
उदिते गभस्तिमालिनि किं न विनश्यति तमो नैशम् ।।१९।।
અનુવાદ : ચારિત્ર સહિત વિશુદ્ધ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન વૃદ્ધિ પામતાં
ભલા જન્મ – મરણરૂપ સંસાર ક્યાંથી રહી શકે? અર્થાત્ રહી શકતો નથી. ઠીક છે – સૂર્યનો
ઉદય થતાં શું રાત્રિનો અંધકાર નષ્ટ નથી થતો? અવશ્ય જ તે નષ્ટ થઈ જાય છે. ૧૯.
(आर्या )
आत्मभुवि कर्मबीजाच्चित्ततरुर्यत्फलं फलति जन्म ।
मुक्त्यर्थिना स दाह्यो भेदज्ञानोग्रदावेन ।।२०।।
અનુવાદ : આત્મારૂપ પૃથ્વી ઉપર કર્મરૂપ બીજથી ઉત્પન્ન થયેલ આ ચિત્તરૂપ
વૃક્ષ જે સંસારરૂપ ફળ ઉત્પન્ન કરે છે તેને મોક્ષાભિલાષી જીવે ભેદજ્ઞાનરૂપ તીક્ષ્ણ
તીવ્ર અગ્નિ દ્વારા બાળી નાખવું જોઈએ. ૨૦.
(आर्या )
अमलात्मजलं समलं करोति मम कर्मकर्दमस्तदपि ।
का भीतिः सति निश्चितभेदकरज्ञानकतकफले ।।२१।।
અનુવાદ : જોકે કર્મરૂપી કીચડ મારા નિર્મળ આત્મારૂપ જળને મલિન કરે
છે તો પણ નિશ્ચિત ભેદને પ્રગટ કરનાર જ્ઞાન (ભેદજ્ઞાન) રૂપ નિર્મળી ફળ હોતાં
મને તેનાથી ભય શાનો? અર્થાત્ કાંઈ પણ ભય નથી.
વિશેષાર્થ : જેમ કીચડથી મલિન કરવામાં આવેલું પાણી નિર્મળી ફળ (ફટકડી) નાખતાં
સ્વચ્છ થઈ જાય છે તેવી જ રીતે કર્મના ઉદયથી ઉત્પન્ન દુષ્ટ ક્રોધાદિ વિકારો દ્વારા મલિન થયેલ
આત્મા સ્વ-પરના ભેદજ્ઞાન દ્વારા નિશ્ચયથી નિર્મળ થઈ જાય છે. તેથી વિવેકી (ભેદજ્ઞાની) જીવને
કર્મકૃત તે મલિનતાનો કાંઈ પણ ભય રહેતો નથી. ૨૧.
(आर्या )
अन्योऽहमन्यमेतच्छरीरमपि किं पुनर्न बहिरर्थाः ।
व्यभिचारी यत्र सुतस्तत्र किमरयः स्वकीयाः स्युः ।।२२।।
અધિકાર – ૧૧ઃ નિશ્ચયપંચાશત્ ]૨૫૫