અનુવાદ : કર્મ વિકલ્પ ભલે કરે, અતિશય શુદ્ધ સ્વરૂપ યુક્ત એવા મારી
તેના દ્વારા શી હાનિ થઈ શકે? કાંઈ પણ નહિ. બરાબર છે – મુખના સંયોગથી ઉત્પન્ન
થયેલ વિકારના કારણે કાંઈ દર્પણ વિકારયુક્ત થઈ જતું નથી. ૨૬.
(आर्या )
आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम् ।
कर्मकृतत्वान्मत्तः कुतो विशुद्धस्य मम किंचित् ।।२७।।
અનુવાદ : બાહ્ય ઉપાધિઓનો સમૂહ (સ્ત્રી – પુત્ર – ધનાદિ) તો દૂર જ રહો,
પરંતુ શરીર અને વચન સંબંધી વિકલ્પોનો સમૂહ પણ કર્મકૃત હોવાના કારણે મારાથી
ભિન્ન છે. હું સ્વભાવે શુદ્ધ છું તેથી કોઈ પણ વિકાર મારો ક્યાંથી હોઈ શકે? ન
હોઈ શકે. ૨૭.
(आर्या )
कर्म परं तत्कार्यं सुखमसुखं वा तदेव परमेव ।
तस्मिन् हर्षविषादौ मोही विदधाति खलु नान्यः ।।२८।।
અનુવાદ : કર્મ ભિન્ન છે તથા તેના કાર્યભૂત જે સુખ અને દુઃખ છે તે
પણ ભિન્ન છે. કર્મના કાર્યભૂત તે સુખ અને દુઃખમાં નિશ્ચયથી અજ્ઞાની જીવ જ
હર્ષ અને વિષાદ કરે છે, નહિ કે જ્ઞાની જીવ. ૨૮.
(आर्या )
कर्म न यथा स्वरूपं न तथा तत्कार्यकल्पनाजालम् ।
तत्रात्ममतिविहीनो मुमुक्षुरात्मा सुखी भवति ।।२९।।
અનુવાદ : જેવી રીતે કર્મ આત્માનું સ્વરૂપ નથી તેવી જ રીતે તેના કાર્યભૂત
વિકલ્પોનો સમૂહ પણ આત્માનું સ્વરૂપ નથી. તેથી તેમનામાં આત્મબુદ્ધિ અર્થાત્
મમત્વબુદ્ધિથી રહિત થયેલ મોક્ષાભિલાષી જીવ સુખી થાય છે. ૨૯.
(आर्या )
कर्मकृतकार्यजाते कर्मैव विधौ तथा निषेधे च ।
नाहमतिशुद्धबोधो विधूतविश्वोपधिर्नित्यम् ।।३०।।
અધિકાર – ૧૧ઃ નિશ્ચયપંચાશત્ ]૨૫૭