અનુવાદ : કર્મકૃત કાર્યસમૂહ (રાગ – દ્વેષાદિ) અને તેની વિધિ તથા નિષેધમાં
કર્મ જ કારણ છે. હું (આત્મા) નથી. હું તો સદા અતિશય નિર્મળ જ્ઞાનસ્વરૂપ હોઈને
સમસ્ત ઉપાધિ રહિત છું. ૩૦.
(आर्या )
बाह्यायामपि विकृतौ मोही जागर्ति सर्वदात्मेति ।
किं नोपभुक्त हेमो हेम ग्रावाणमपि मनुते ।।३१।।
અનુવાદ : અજ્ઞાની જીવ કર્મકૃત બાહ્ય વિકારમાં પણ નિરંતર ‘હું છું’ એમ
માને છે. બરાબર છે. – જેણે ધતૂરાનું ફળ ખાધું હોય તે શું પથ્થરને પણ સુવર્ણ નથી
માનતો? માને જ છે.
વિશેષાર્થ : જેવી રીતે ધતૂરાનું ફળ ખાઈને મનુષ્ય તેના ઉન્માદથી પથ્થરને પણ સુવર્ણ
માને છે તેવી જ રીતે મિથ્યાજ્ઞાની જીવ મિથ્યાત્વના પ્રભાવથી જે બાહ્ય વિકાર (રાગ – દ્વેષ, સ્ત્રી,
પુત્ર અને ધન આદિ) કર્મજનિત હોઈને આત્માથી ભિન્ન છે તેમને તે પોતાના માને છે. ૩૧.
(आर्या )
सति द्वितीये चिन्ता कर्म ततस्तेन वर्तते जन्म ।
एको ऽस्मि सकलचिन्तारहितो ऽस्मि मुमुक्षुरिति नियतम् ।।३२।।
અનુવાદ : આત્માથી ભિન્ન કોઈ બીજો પદાર્થ હોતાં તેને માટે ચિન્તા ઉત્પન્ન
થાય છે, તેનાથી કર્મનો બંધ થાય છે તથા તે કર્મબંધથી ફરી જન્મ પરંપરા ચાલે
છે. પરંતુ હું નિશ્ચયથી એક છું અને તેથી સમસ્ત ચિન્તાઓથી રહિત થયો થકો મોક્ષનો
અભિલાષી છું. ૩૨.
(आर्या )
याद्रश्यपि तद्रश्यपि परतश्चिन्ता करोति खलु बन्धम् ।
किं मम तया मुमुक्षोः परेण किं सर्वदैकस्य ।।३३।।
અનુવાદ : અન્ય પદાર્થના નિમિત્તે જે કોઈ પણ પ્રકારની ચિન્તા થાય છે
તે નિશ્ચયથી કર્મબંધ કરે છે. મોક્ષના ઇચ્છુક મારે તે ચિન્તાથી અને પરવસ્તુઓથી
પણ શું પ્રયોજન છે? અર્થાત્ એમનાથી મારે કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ
છે કે હું એમનાથી ભિન્ન હોઈને સર્વદા એક સ્વરૂપ છું. ૩૩.
૨૫૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ