(आर्या )
मयि चेतः परजातं तच्च परं कर्म विकृतिहेतुरतः ।
किं तेन निर्विकारः केवलमहममलबोधात्मा ।।३४।।
અનુવાદ : મારામાં જે ચિત્ત છે તે પરથી ઉત્પન્ન થયેલ છે અને તે પર
(જેનાથી ચિત્ત ઉત્પન્ન થયું છે) કર્મ છે કે જે વિકારનું કારણ છે. તેથી મારે તેનાથી
શું પ્રયોજન છે? કાંઈ પણ નથી. કારણ કે હું વિકાર રહિત, એક અને નિર્મળ
જ્ઞાનસ્વરૂપ છું. ૩૪.
(आर्या )
त्याज्या सर्वा चिन्तेति बुद्धिराविष्करोति तत्तत्त्वम् ।
चन्द्रोदयायते यच्चैतन्यमहोदधौ झगिति ।।३५।।
અનુવાદ : સર્વ ચિન્તા ત્યાગવા યોગ્ય છે. આ જાતની બુદ્ધિ તે તત્ત્વને પ્રગટ
કરે છે કે જે ચૈતન્યરૂપ મહાસમુદ્રની વૃદ્ધિમાં શીઘ્ર જ ચન્દ્રમાનું કામ કરે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે ચન્દ્રમાનો ઉદય થતાં સમુદ્ર વૃદ્ધિ
પામે છે તેવી જ રીતે ‘સર્વ પ્રકારની ચિન્તા હેય છે’ આ ભાવનાથી ચૈતન્યસ્વરૂપ પણ વૃદ્ધિ
પામે છે. ૩૫.
(आर्या )
चैतन्यमसंपृक्तं कर्मविकारेण यत्तदेवाहम् ।
तस्य च संसृतिजन्मप्रभृति न किंचित्कुतश्चिन्ता ।।३६।।
અનુવાદ : જે ચેતન તત્ત્વ કર્મકૃત વિકારના સંસર્ગ રહિત છે તે જ હું છું.
તેને (ચૈતન્યસ્વરૂપ આત્માને) સંસાર અને જન્મ-મરણાદિ કાંઈ પણ નથી. તો પછી
ભલા મારે (આત્માને) ચિન્તા ક્યાંથી હોઈ શકે? અર્થાત્ હોઈ શકે નહિ. ૩૬.
(आर्या )
चित्तेन कर्मणा त्वं बद्धो यदि बध्यते त्वया तदतः ।
प्रतिबन्दीकृतमात्मन् मोचयति त्वां न संदेहः ।।३७।।
અનુવાદ : હે આત્મન્! તું મન દ્વારા કર્મથી બંધાયો છો, જો તું તે મનને
અધિકાર – ૧૧ઃ નિશ્ચયપંચાશત્ ] ૨૫૯