બાંધી દે અર્થાત્ તેને વશ કરી લે તો એનાથી તે પ્રતિબંદી સ્વરૂપ થઈને તને છોડાવી
દેશે, એમાં શંકા નથી. ૩૭.
(आर्या )
नृत्वतरोर्विषयसुखच्छायालाभेन किं मनःपान्थ ।
भवदुःखक्षुत्पीडित तुष्टोऽसि गृहाण फलममृतम् ।।३८।।
અનુવાદ : હે સાંસારિક દુઃખરૂપ ક્ષુધાથી પીડિત મનરૂપ પથિક! તું મનુષ્ય
પર્યાયરૂપ વૃક્ષની વિષયસુખરૂપ છાયાની પ્રાપ્તિથી જ શા માટે સંતુષ્ટ થાય છે? તેનાથી
તું અમૃતરૂપ ફળનું ગ્રહણ કર.
વિશેષાર્થ : જેમ સૂર્યના તાપથી સંતપ્ત કોઈ મુસાફર માર્ગમાં છાયાયુક્ત વૃક્ષ
મેળવીને તેની કેવળ છાયાથી જ સંતુષ્ટ થઈ જાય છે, જો તે તેમાં લાગેલા ફળોનું ગ્રહણ
કરવાનો પ્રયત્ન કરે તો તેને એનાથી પણ ક્યાંય અધિક સુખ પ્રાપ્ત થઈ શકે. બરાબર એ
જ પ્રમાણે આ જીવ મનુષ્ય પર્યાય પામીને તેનાથી પ્રાપ્ત થતા વિષયસુખનો અનુભવ કરતો
થકો એટલા માત્રથી જ સંતુષ્ટ થઈ જાય છે. પરંતુ તે અજ્ઞાનવશ એમ નથી વિચારતો કે
આ મનુષ્ય પર્યાયથી તો તે અજર – અમર પદ (મોક્ષ) પ્રાપ્ત કરી શકાય છે કે જે અન્ય
દેવાદિ પર્યાયથી (મેળવવું) દુર્લભ છે. તેથી અહીં મનને સંબોધન કરીને એ ઉપદેશ આપવામાં
આવ્યો છે કે તું આ દુર્લભ મનુષ્ય પર્યાય પામીને તે અસ્થિર વિષય સુખમાં જ સંતુષ્ટ ન
થા, પરંતુ સ્થિર મોક્ષસુખ પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કર. ૩૮.
(आर्या )
स्वान्तं ध्वान्तमशेषं दोषोज्झितकर्मबिम्बमिव मार्गे ।
विनिहन्ति निरालम्बे संचरदनिशं यतीशानाम् ।।३९।।
અનુવાદ : મુનિઓનું મન સૂર્યબિંબ સમાન આલંબન રહિત માર્ગે
નિરંતર સંચાર કરતું થકું દોષ રહિત થઈને સમસ્ત અજ્ઞાનરૂપ અંધકારનો નાશ
કરે છે.
વિશેષાર્થ : જેમ સૂર્યનું બિંબ નિરાધાર આકાશમાર્ગે ગમન કરતુ થકું દોષા (રાત્રિ) ના
સંબંધ રહિત થઈને સમસ્ત અંધકારનો નાશ કરી નાખે છે તેવી જ રીતે મુનિઓનું મન અનેક
પ્રકારના સંકલ્પ – વિકલ્પરૂપ આશ્રય રહિત મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈને દોષોના સંસર્ગ રહિત થતું થકું
સમસ્ત અજ્ઞાનનો નાશ કરી નાખે છે. ૩૯.
૨૬૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ