Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 40-43 (11. Nishchayapanchashat).

< Previous Page   Next Page >


Page 261 of 378
PDF/HTML Page 287 of 404

 

background image
(आर्या )
संविच्छिखिना गलिते तनुमूषाकर्ममदनमयवपुषि
स्वमिव स्वं चिद्रूपं पश्यन् योगी भवति सिद्धः ।।४०।।
અનુવાદ : સમ્યગ્જ્ઞાનરૂપ અગ્નિના નિમિત્તે શરીરરૂપ બીબામાંથી કર્મરૂપ
મીણનું શરીર ગળી જતાં આકાશ સમાન પોતાના ચૈતન્ય સ્વરૂપને દેખનાર યોગી સિદ્ધ
થઈ જાય છે.
વિશેષાર્થ : જેમ અગ્નિના સંબંધથી બીબામાં રહેલું મીણ ગળી જતાં ત્યાં શુદ્ધ આકાશ
જ બાકી રહી જાય છે તેવી જ રીતે સમ્યગ્જ્ઞાન દ્વારા શરીરમાંથી કાર્મણ પિંડ નિજીર્ણ થઈ જતાં
પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પ્રગટ થઈ જાય છે. તેનું અવલોકન કરતા યોગી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત
થઈ જાય છે. ૪૦.
(आर्या )
अहमेव चित्स्वरूपश्चिद्रूपस्याश्रयो मम स एव
नान्यत् किमपि जडत्वात्प्रीतिः सद्रशेषु कल्याणी ।।४१।।
અનુવાદ : હું જ ચિત્સ્વરૂપ છું અને ચિત્સ્વરૂપ જે હું છું તેથી મારો આશ્રય
પણ તે જ ચિત્સ્વરૂપ છે. તેના સિવાય જડ હોવાથી બીજો કોઈ મારે આધાર હોઈ
શકે નહિ એ યોગ્ય પણ છે કેમ કે સમાન વ્યક્તિઓમાં જે પ્રેમ હોય છે તે જ
કલ્યાણકારક થાય છે. ૪૧.
(आर्या )
स्वपरविभागावगमे जाते सम्यक् परे परित्यक्ते
सहजैकबोधरूपे तिष्ठत्यात्मा स्वयं सिद्धः ।।४२।।
અનુવાદ : સ્વ અને પરના વિભાગનું (ભેદનું) જ્ઞાન થઈ જતાં આ આત્મા
સારી રીતે પરને છોડીને સ્વયં સિદ્ધ થયો થકો એક પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપમાં
સ્થિત થઈ જાય છે. ૪૨.
(आर्या )
हेयोपादेयविभागभावनाकथ्यमानमपि तत्त्वम्
हेयोपादेयविभागभावनावर्जितं विद्धि ।।४३।।
અધિકાર૧૧ઃ નિશ્ચયપંચાશત્ ] ૨૬૧