Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 44-46 (11. Nishchayapanchashat).

< Previous Page   Next Page >


Page 262 of 378
PDF/HTML Page 288 of 404

 

background image
અનુવાદ : હેય અને ઉપાદેયના વિભાગની ભાવનાથી કહેવામાં આવતું તત્ત્વ
પણ તે હેયઉપાદેયવિભાગની ભાવના રહિત છે એમ જાણવું જોઈએ.
વિશેષાર્થ : પર પદાર્થ હેય છે અને ચૈતન્યમય આત્માનું સ્વરૂપ ઉપાદેય છે, એ રીતે
વ્યવહારનયની અપેક્ષાએ હેયઉપાદેય વિભાગની ભવનાથી જોકે આત્મતત્ત્વનું વર્ણન કરવામાં આવે
છે; છતાં પણ નિશ્ચયનયની અપેક્ષાએ તે સમસ્ત વિકલ્પોથી રહિત હોવાને કારણે ઉક્ત હેય
ઉપાદેયવિભાગની ભાવનાથી પણ રહિત છે. ૪૩.
(आर्या )
प्रतिपद्यमानमपि च श्रुताद्विशुद्धं परात्मनस्तत्त्वम्
उररीकरोतु चेतस्तदपि न तच्चेतसो गम्यम् ।।४४।।
અનુવાદ : જો કે મન આગમની સહાયથી વિશુદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણીને
જ તેનો સ્વીકાર કરે છે છતાં પણ તે આત્મતત્ત્વ વાસ્તવમાં તે મનનો વિષય નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે આત્મતત્ત્વનું પરિજ્ઞાન આગમ દ્વારા થાય છે અને તે
આગમના વિચારમાં મન કારણ છે કારણ કે મન વિના કોઈ પ્રકારનો ય વિચાર સંભવિત નથી.
આ રીતે તે આત્મતત્ત્વનો સ્વીકાર કરવામાં જો કે મન કારણ થાય છે, છતાં પણ નિશ્ચયનયની
અપેક્ષાએ તે આત્મતત્ત્વ કેવળ સ્વાનુભવ દ્વારા જ ગમ્ય છે, નહિ કે અન્ય મન આદિ દ્વારા. ૪૪.
(आर्या )
अहमेकाक्यद्वैतं द्वैतमहं कर्मकलित इति बुद्धेः
आद्यमनपायि मुक्तेरितरविकल्पं भवस्य परम् ।।४५।।
અનુવાદ : ‘‘હું એકલો છું.’’ આ પ્રકારની બુદ્ધિથી અદ્વૈત તથા ‘‘હું કર્મ
સંયુક્ત છું’’ આ પ્રકારની બુદ્ધિથી દ્વૈત થાય છે. આ બન્નેમાંથી પ્રથમ વિકલ્પ
(અદ્વૈત) અવિનશ્વર મુક્તિનું કારણ અને દ્વિતીય (દ્વૈત) વિકલ્પ કેવળ સંસારનું
કારણ છે. ૪૫.
(आर्या )
बद्धो मुक्तो ऽहमथ द्वैते सति जायते ननु द्वैतम्
मोक्षायेत्सुभयमनोविकल्परहितो भवति मुक्त : ।।४६।।
અનુવાદ : હું બદ્ધ છું અથવા મુક્ત છું, આ પ્રકારની દ્વૈતબુદ્ધિ થતાં નિશ્ચયથી
૨૬૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ