Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 47-50 (11. Nishchayapanchashat).

< Previous Page   Next Page >


Page 263 of 378
PDF/HTML Page 289 of 404

 

background image
દ્વૈત થાય છે. તેથી જે યોગી મોક્ષના નિમિત્તે આ બન્ને વિકલ્પોથી રહિત થઈ ગયા
છે તે મુક્ત થઈ જાય છે. ૪૬.
(आर्या )
गतभाविभवद्भावाभावप्रतिभावभावितं चित्तम्
अभ्यासाच्चिद्रूपं परमानन्दान्वितं कुरुते ।।४७।।
અનુવાદ : ભૂત, ભવિષ્ય અને વર્તમાન પદાર્થોના અભાવની ભાવનાથી
પરિપૂર્ણ ચિત્ત અભ્યાસના બળથી ચૈતન્યસ્વરૂપને ઉત્કૃષ્ટ આનંદથી સહિત કરી દે છે.
વિશેષાર્થ : નિશ્ચયથી હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું, તેના સિવાય બીજો કોઈ પણ
પદાર્થ મારો ન તો થયો હતો, ન વર્તમાનમાં છે અને ન ભવિષયમાં થવાનો; આ પ્રકારે
જ્યારે આ મન અદ્વૈતની ભાવનાથી દ્રઢતા પામી જાય છે ત્યારે જીવને પરમાનંદસ્વરૂપ પદ પ્રાપ્ત
થાય છે. ૪૭.
(आर्या )
बद्धं पश्यन् बद्धो मुक्तं मुक्तो भवेत्सदात्मानम्
याति यदीयेन पथा तदेव पुरमश्नुते पान्थः ।।४८।।
અનુવાદ : જે જીવ આત્માને નિરંતર કર્મથી બંધાયેલો દેખે છે તે કર્મથી
બંધાયેલો જ રહે છે પરંતુ જે તેને મુક્ત દેખે છે તે મુક્ત થઈ જાય છે. બરાબર
છે
મુસાફર જે નગરના માર્ગે ચાલે છે તે જ નગરમાં તે પહોંચે છે. ૪૮.
(आर्या )
मा गा बहिरन्तर्वा साम्यसुधापानवर्धितानन्द
आस्स्व यथैव तथैव च विकारपरिवर्जितः सततम् ।।४९।।
અનુવાદ : હે સમતારૂપી અમૃતના પાનથી વૃદ્ધિગત આનંદને પ્રાપ્ત આત્મન્!
તું બાહ્ય તત્ત્વ અથવા અંતસ્તત્ત્વમાં ન જા. તું જે રીતે નિરંતર વિકાર રહિત થવાય
તે જ પ્રકારે સ્થિત થઈ જા. ૪૯.
(आर्या )
तज्जयति यत्र लब्धे श्रुतभुवि मत्यापगातिधावन्ती
विनिवृत्ता दूरादपि झगिति स्वस्थानमाश्रयति ।।५०।।
અધિકાર૧૧ઃ નિશ્ચયપંચાશત્ ] ૨૬૩