અનુવાદ : જે ચૈતન્યસ્વરૂપ પ્રાપ્ત થતાં આગમરૂપ પૃથ્વી ઉપર વેગથી દોડતી
બુદ્ધિરૂપી નદી દૂરથી પાછી વળીને તરત જ પોતાના સ્થાનનો આશ્રય લે છે તે
ચૈતન્યસ્વરૂપ જયવંત રહે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જ્યાં સુધી ચૈતન્યસ્વરૂપની ઉપલબ્ધિ નથી થતી ત્યાં
સુધી જ બુદ્ધિ આગમના અભ્યાસમાં પ્રવૃત્ત થાય છે, પરંતુ જેવો ઉક્ત ચૈતન્યસ્વરૂપનો અનુભવ
પ્રાપ્ત થાય છે કે તરત જ તે બુદ્ધિ આગમ તરફથી વિમુખ થઈને તે ચૈતન્યસ્વરૂપમાં જ લીન થઈ
જાય છે. એનાથી જ જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. ૫૦.
(आर्या )
तन्नमत गृहिताखिलकालत्रयगतजगत्त्रयव्याप्ति ।
यत्रास्तमेति सहसा सकलोऽपि हि वाक्परिस्पन्दः ।।५१।।
અનુવાદ : જે આત્મજ્યોતિમાં ત્રણે કાળ અને ત્રણે લોકના બધા જ પદાર્થો
પ્રતિભાસિત થાય છે તથા જે પ્રગટ થવાથી બધી જ વચન પ્રવૃત્તિ સહસા નષ્ટ થઈ
જાય છે તે આત્મજ્યોતિને નમસ્કાર કરો. ૫૧.
(आर्या )
तन्नमत विनष्टाखिलविकल्पजालद्रुमाणि परिकलिते ।
यत्र वहन्ति विदग्धा दग्धवनानीव हृदयानि ।।५२।।
અનુવાદ : જે આત્મતેજને જાણી લેતાં ચતુર જનો બળેલા વન સમાન વિનાશ
પામેલા સમસ્ત વિકલ્પસમૂહરૂપ વૃક્ષો યુક્ત હૃદયો ધારણ કરે છે તે આત્મતેજને
નમસ્કાર કરો.
વિશેષાર્થ : જેમ વનમાં અગ્નિ લાગતાં સર્વ વૃક્ષો બળીને નાશ પામી જાય છે તેવી
જ રીતે વિવેકી મનુષ્યના હૃદયમાં આત્મતેજ પ્રગટ થઈ જતાં સમસ્ત વિકલ્પસમૂહ નષ્ટ થઈ જાય
છે. આવા આત્મતેજને નમસ્કાર કરવા જોઈએ. ૫૨.
(आर्या )
बद्धो वा मुक्तो वा चिद्रूपो नयविचारविधिरेषः ।
सर्वनयपक्षरहितो भवति हि साक्षात्समयसारः ।।५३।।
અનુવાદ : ચૈતન્ય સ્વરૂપ બદ્ધ છે અથવા મુક્ત છે, એ તો નયોને આશ્રિત
૨૬૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ