વિચારનું વિધાન છે. વાસ્તવમાં સમયસાર (આત્મસ્વરૂપ) સાક્ષાત્ આ બધા નયપક્ષોથી
રહિત છે. ૫૩.
(आर्या )
नयनिक्षेपप्रमितिप्रभृतिविकल्पोज्झित परं शान्तम् ।
शुद्धात्मानुभूतिगोचरमहमेकं धाम चिद्रूपम् ।।५४।।
અનુવાદ : જે ચૈતન્ય સ્વરૂપ તેજ નય, નિક્ષેપ અને પ્રમાણ આદિ વિકલ્પો
રહિત, ઉત્કૃષ્ટ, શાન્ત, એક અને શુદ્ધ અનુભવનો વિષય છે તે જ હું છું. ૫૪.
(आर्या )
ज्ञाते ज्ञातमशेषं द्रष्टे द्रष्टं च शुद्धचिद्रूपे ।
निःशेषबोध्यविषयौ द्रग्बोधौ यन्न तद्भिन्नौ ।।५५।।
અનુવાદ : શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન થઈ જતાં બધું જ જણાઈ જાય છે
તથા તેને જોઈ લેતાં બધું જ દેખવામાં આવી જાય છે. કારણ એ કે સમસ્ત જ્ઞેય
પદાર્થોનો વિષય કરનાર દર્શન અને જ્ઞાન ઉક્ત ચૈતન્યસ્વરૂપથી ભિન્ન નથી. ૫૫.
(आर्या )
भावे मनोहरेऽपि च काचिन्नियता च जायते प्रीतिः ।
अपि सर्वाः परमात्मनि द्रष्टे तु स्वयं समाप्यन्ते ।।५६।।
અનુવાદ : મનોહર પદાર્થના વિષયમાં પણ કાંઈક નિયમિત (મર્યાદિત) જ
પ્રીતિ ઉત્પન્ન થાય છે. પરંતુ પરમાત્માના દર્શન થતાં સર્વ પ્રકારની પ્રીતિ સ્વયમેવ
નષ્ટ થઈ જાય છે. ૫૬.
(आर्या )
सन्नप्यसन्निव विदां जनसामान्यो ऽपि कर्मणो योगः ।
तरणपटूनामृद्धः पथिकानामिव सरित्पूरः ।।५७।।
અનુવાદ : જેમ તરવામાં કુશળ મુસાફરો માટે વૃદ્ધિગત થયેલો નદીનો પ્રવાહ
હોવા છતાં પણ ન હોવા બરાબર છે — તેને તેઓ કાંઈ પણ બાધક માનતા નથી –
તેવી જ રીતે વિદ્વાનોને જનસાધારણમાં રહેતો કર્મનો સંબંધ વિદ્યમાન હોવા છતાં પણ
અવિદ્યમાન જેવો લાગે છે. ૫૭.
અધિકાર – ૧૧ઃ નિશ્ચયપંચાશત્ ]૨૬૫