(आर्या )
मृगयमाणेन सुचिरं रोहणभुवि रत्नमीप्सितं प्राप्य ।
हेयाहेयश्रुतिरपि विलोक्यते लब्धतत्त्वेन ।।५८।।
અનુવાદ : જેમ લાંબા કાળથી રોહણ પર્વતની ભૂમિમાં ઇચ્છિત રત્ન ગોતનાર
મનુષ્ય તેને મેળવીને હેય અને ઉપાદેયની શ્રુતિનું પણ અવલોકન કરે છે – આ ગ્રહણ
કરવા યોગ્ય છે કે ત્યાગવા યોગ્ય, એ પ્રકારનો વિચાર કરે છે – તેવી જ રીતે તત્ત્વજ્ઞ
પુરુષ આત્મારૂપ રોહણભૂમિમાં ચિરકાળથી ઇચ્છિત આત્મતત્ત્વરૂપ રત્નને ગોતતો થકો
તેને પ્રાપ્ત કરીને હેય – ઉપાદેય શ્રુતિનું પણ અવલોકન કરે છે. ૫૮.
(आर्या )
कर्मकलितो ऽपि मुक्त : सश्रीको दुर्गतो ऽप्यहमतीव ।
तपसा दुःख्यपि च सुखी श्रीगुरुपादप्रसादेन ।।५९।।
અનુવાદ : હું કર્મથી સંયુક્ત હોવા છતાં પણ શ્રીગુરુદેવના ચરણોના પ્રસાદથી
મુક્ત જેવો જ છું, અત્યંત દરિદ્ર હોવા છતાં પણ ધનવાન છું, તથા તપથી દુઃખી
હોવા છતાં પણ સુખી છું.
વિશેષાર્થ : તત્ત્વજ્ઞ જીવ વિચાર કરે છે કે જો કે હું પર્યાયની અપેક્ષાએ કર્મથી
બંધાયેલો છું, દરિદ્રી છું અને તપથી દુઃખી પણ છું તો પણ ગુરુએ જે મને શુદ્ધ આત્મસ્વરૂપનો
બોધ કરાવ્યો છે તેથી હું એ જાણી ગયો છું કે વાસ્તવમાં ન હું કર્મથી બંધાયો છું, ન દરિદ્રી
છું અને ન તપથી દુઃખી પણ છું. કારણ એ છે કે નિશ્ચયથી હું કર્મબંધ રહિત, અનંત ચતુષ્ટયરૂપ
લક્ષ્મીસહિત અને પરમાનંદથી પરિપૂર્ણ છું. આ પરપદાર્થ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપર કાંઈ પણ પ્રભાવ
પાડી શકતા નથી. ૫૯.
(आर्या )
बोधादस्ति न किंचित्कार्यं यद्द्रश्यते मलात्तन्मे ।
आकृष्टयन्त्रसूत्राद्दारुनरः स्फु रति नटकानाम् ।।६०।।
અનુવાદ : મારે જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કાર્ય નથી. બીજું જો
કાંઈ પણ દેખાય છે તે કર્મમળથી દેખાય છે. જેમ – નટોનો કાષ્ટમય પુરુષ
(કઠપુતળી) યંત્રની દોરી ખેંચવાથી નાચે છે.
૨૬૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ