Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 61-62 (11. Nishchayapanchashat).

< Previous Page   Next Page >


Page 267 of 378
PDF/HTML Page 293 of 404

 

background image
વિશેષાર્થ : જેમ નટ દ્વારા કઠપુતલીના યંત્રની દોરી ખેંચવામાં આવતાં તે કઠપુતળી
નાચ્યા કરે છે તેવી જ રીતે પ્રાણી કર્મરૂપ દોરીથી પ્રેરિત થઈને ચાર ગતિસ્વરૂપ સંસારમાં પરિભ્રમણ
કર્યા કરે છે, નિશ્ચયથી જોવામાં આવે તો જીવ કર્મબંધ રહિત શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા છે, તેને કોઈ પણ
બાહ્ય પર પદાર્થ સાથે પ્રયોજન નથી. ૬૦.
(आर्या )
निश्चयपञ्चाशत् पद्मनन्दिनं सूरिमाश्रिभिः कैश्चित्
शब्दैः स्वशक्ति सूचितवस्तुगुणैर्विरचितेयमिति ।।६१।।
અનુવાદ : પદ્મનન્દી મુનિનો આશ્રય લઈને પોતાની શક્તિથી (વાચક
શક્તિથી) વસ્તુના ગુણોને સૂચિત કરનાર કેટલાક શબ્દો દ્વારા આ ‘નિશ્ચય પંચાશત્’
પ્રકરણ રચવામાં આવ્યું છે. ૬૧.
(उपेन्द्रवज्रा)
तृणं नृपश्रीः किमु वच्मि तस्यां न कार्यमाखण्डलसंपदोऽपि
अशेषवाञ्छाविलयैकरूपं तत्त्वं परं चेतसि चेन्ममास्ते ।।६२।।
અનુવાદ : જો મારા મનમાં સમસ્ત ઇચ્છાઓના અભાવરૂપ અનુપમ
સ્વરૂપવાળું ઉત્કૃષ્ટ આત્મતત્ત્વ સ્થિત હોય તો પછી રાજ્યલક્ષ્મી તૃણ સમાન તુચ્છ
છે. તેના વિષયમાં તો શું કહું? પરંતુ મને તો ત્યારે ઇન્દ્રની સંપત્તિનું ય કાંઈ પ્રયોજન
નથી. ૬૨.
આ રીતે નિશ્ચયપંચાશત્ અધિકાર સમાપ્ત થયો. ૧૧.
અધિકાર૧૧ઃ નિશ્ચયપંચાશત્ ]૨૬૭