૧૨. બ્રહ્મચર્યરક્ષાવર્તિ
[१२. ब्रह्मचर्यरक्षावर्तिः ]
(शार्दूलविक्रीडित)
भ्रूक्षेपेण जयन्ति ये रिपुकुलं लोकाधिपाः केचन
द्राक् तेषामपि येन वक्षसि द्रढं रोपः समारोपितः ।
सोऽपि प्रोद्गतविक्रमः स्मरभटः शान्तात्मभिर्लीलया
यैः शस्त्रग्रहवर्जितैरपि जितस्तेभ्यो यतिभ्यो नमः ।।१।।
અનુવાદ : જે કેટલાય રાજા ભૃકુટિની વક્રતાથી જ શત્રુઓને જીતી લે છે
તેમના પણ વક્ષસ્થળમાં જેણે દ્રઢતાથી બાણનો આઘાત કર્યો છે એવા તે પરાક્રમી
કામદેવરૂપ સુભટને જે શાન્ત મુનિઓએ શસ્ત્ર વિના જ સહેલાઈથી જીતી લીધો છે
તે મુનિઓને નમસ્કાર હો. ૧.
(शार्दूलविक्रीडित)
आत्मा ब्रह्म विविक्त बोधनिलयो यत्तत्र चर्यं परं
स्वाङ्गासंगविवर्जितैकमनसस्तद्ब्रह्मचर्यं मुनेः ।
एवं सत्यबलाः स्वमातृभगिनीपुत्रीसमाः प्रेक्षते
ाृद्धाद्या विजितेन्द्रियो यदि तदा स ब्रह्मचारी भवेत् ।।२।।
અનુવાદ : બ્રહ્મ શબ્દનો અર્થ નિર્મળ જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તે આત્મામાં
લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. જે મુનિનું મન પોતાના શરીર સંબંધે પણ મમત્વ
રહિત થઈ ગયું છે તેને જ તે બ્રહ્મચર્ય હોય છે. આમ થતાં જો ઇન્દ્રિયવિજયી થઈને
વૃદ્ધા વગેરે (યુવતી, બાળા) સ્ત્રીઓને ક્રમશઃ પોતાની માતા, બહેન અને પુત્રી સમાન
સમજે છે તો તે બ્રહ્મચારી થાય છે.
૨૬૮