અનુવાદ : જો કે શોભાયમાન યૌવન અને સૌન્દર્યથી પરિપૂર્ણ સ્ત્રીઓના
શરીર આભૂષણોથી વિભૂષિત છે તો પણ તે મૂર્ખજનોને જ આનંદ ઉત્પન્ન કરે છે,
નહિ કે સજજન મનુષ્યોને. બરાબર છે – ઘણા સડી – ગળી ગયેલા મૃત શરીરોથી અત્યંત
વ્યાપ્ત સ્મશાનભૂમિમાં આવીને કાળા કાગડાઓનો સમૂહ જ સંતુષ્ટ થાય છે, નહિ
કે રાજહંસોનો સમૂહ. ૧૪.
(शार्दूलविक्रीडित)
यूकाधाम कचाः कपालमजिनाच्छन्नं मुखं योषितां
तच्छिद्रे नयने कुचौ पलभरौ बाहू तते कीकसे ।
तुन्दं मूत्रमलादिसद्म जघनं प्रस्यन्दिवर्चोगृहं
पादस्थूणमिदं किमत्र महतां रागाय संभाव्यते ।।१५।।
અનુવાદ : સ્ત્રીઓના વાળ જુઓનું ઘર છે, મસ્તક અને મુખ ચામડાથી
ઢંકાયેલું છે, બન્ને આંખ તે મુખના છિદ્ર છે, બન્ને સ્તન માંસથી પરિપૂર્ણ છે, બન્ને
ભૂજાઓ લાંબા હાડકાં છે, પેટ મળ – મૂત્રાદિનું સ્થાન છે. યોનિ વહેતા મળનું ઘર
છે અને પગ થાંભલા સમાન છે. આવી અવસ્થામાં આ સ્ત્રીનું શરીર અહીં શું મહાન્
પુરુષોને અનુરાગનું કારણ હોઈ શકે? અર્થાત્ તેમને માટે તે અનુરાગનું કારણ પણ
હોતું નથી. ૧૫.
(शार्दूलविक्रीडित)
कार्याकार्यविचारशून्यमनसो लोकस्य किं ब्रूमहे
यो रागान्धतयादरेण वनितावक्त्रस्य लालां पिबेत् ।
श्लाघ्यास्ते कवयः शशाङ्कवदिति प्रव्यक्त वाग्डम्बरै-
श्चर्मानद्धकपालमेतदपि यैरग्रे सतां वर्ण्यते ।।१६।।
અનુવાદ : જેનું મન કર્તવ્ય અને અકર્તવ્યના વિચાર રહિત છે અને તેથી
જે રાગમાં અંધ બનીને ઉત્સુકતાથી સ્ત્રીના મુખની લાળ પીએ છે, તે મનુષ્યના
વિષયમાં અમે શું કહીએ? પરંતુ જે કવિઓ પોતાના સ્પષ્ટ વચનોના વિસ્તારથી
સજ્જનો આગળ ચામડાથી આચ્છાદિત આ કપાળયુક્ત મુખને ચંદ્રમા સમાન સુંદર
બતાવે છે તેઓ પણ પ્રશંસનીય ગણાય છે – જે વાસ્તવમાં નિંદાને પાત્ર છે. ૧૬.
૨૭૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ